Get News Alerts

Never miss breaking news updates.

PM Modi Visit: PM મોદીનો ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાન પ્રવાસ, SCO સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર કરશે સંબોધન

PM Modi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. વડાપ્રધાન 29 અને 30 ઓગસ્ટ 2026 દરમિયાન ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત લેશે.
Nisha ParmarUpdated on: 27 Aug 2026 05:49 PM IST
PM Modi Visit: PM મોદીનો ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાન પ્રવાસ, SCO સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર કરશે સંબોધનPM Modi Visit: PM મોદીનો ઉઝબેકિસ્તાન-કિર્ગિઝસ્તાન પ્રવાસ, SCO સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર કરશે સંબોધન

PM Modi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. વડાપ્રધાન 29 અને 30 ઓગસ્ટ 2026 દરમિયાન ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત લેશે, જ્યારે 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી 26મી Shanghai Cooperation Organisation (SCO) Summitમાં ભાગ લેશે.

29-30 ઓગસ્ટે ઉઝબેકિસ્તાનની મુલાકાત

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર PM મોદી 29-30 ઓગસ્ટે તાશકંદની રાજકીય મુલાકાત લેશે. આ વડાપ્રધાન મોદીની ઉઝબેકિસ્તાનની ચોથી મુલાકાત હશે.

મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજશે અને ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે.

વેપારથી લઈને ડિજિટલ કનેક્ટિવિટી સુધી ચર્ચા

PM મોદી અને રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઊર્જા, શિક્ષણ અને લોકો વચ્ચેના સંપર્ક જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરવામાં આવશે.

બંને નેતાઓ ભવિષ્ય માટેની કાર્યયોજના અંગે પણ ચર્ચા કરશે. સાથે જ 2047 સુધી વિકસિત ભારત અને 2030 સુધીના ઉઝબેકિસ્તાનના વિકાસ લક્ષ્યોને આગળ વધારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવશે.

ગાંધી કેન્દ્ર અને શાસ્ત્રી સ્મારકની મુલાકાત

તાશકંદ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી શાસ્ત્રી સ્મારક અને તાશકંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં આવેલા મહાત્મા ગાંધી કેન્દ્રની મુલાકાત લે તેવી પણ શક્યતા છે.

બિશ્કેકમાં 26મી SCO સમિટ

ઉઝબેકિસ્તાન બાદ PM મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી 26મી SCO સમિટમાં ભાગ લેશે. કિર્ગિઝસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવના આમંત્રણ પર આ મુલાકાત થઈ રહી છે.

આ સમિટ SCOની 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહી છે. ભારત વર્ષ 2017થી SCOનું પૂર્ણ સભ્ય છે.

સુરક્ષા અને કનેક્ટિવિટી પર ભારતનો ફોકસ

SCO સમિટ દરમિયાન PM મોદી સંબોધન કરશે અને સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો અંગે ભારતની પ્રાથમિકતાઓ રજૂ કરશે. તેઓ સમિટ દરમિયાન અન્ય SCO નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે.

World Nomad Gamesમાં પણ ભાગ લેશે

PM મોદી મધ્ય એશિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા 6th World Nomad Gamesના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે.

આ પ્રવાસ દરમિયાન ભારતના મધ્ય એશિયાઈ દેશો સાથેના વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ જોવા મળશે.

આ પણ વાંચો : India Japan Relations: પિયુષ ગોયલે જાપાની કંપનીઓને વધુ રોકાણ માટે આપ્યું આમંત્રણ

AUTHOR
N

Nisha Parmar

Author details are not available.