
Rajkot Unseasonal Rain: રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભીડભંજન રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું છે.

Jetpur Liquor Seizure: જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર નવાગઢ નજીક ભાદર નદીના પુલ પરથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન એસિડની બોટલોની...

Independence Day 2026 Live Updates: 15 ઓગસ્ટ 2026ના સ્વતંત્રતા દિવસની ઉજવણીની પળેપળની અપડેટ અહીં વાંચો. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ, રાષ્ટ્રજોગ સંબોધન સહિત દિવસભરના તમામ મહત્વપૂર્ણ કાર્યક્રમો અને દેશભરના અપડેટ્સ સાથે જોડાયેલા રહો.

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ભવ્ય ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં શહેરના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર જેતપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.

રાજકોટ જિલ્લાના જેતપુર-ધોરાજી રોડ પર ટ્રક ડ્રાઇવર સાથે લૂંટ ચલાવનાર બે આરોપીઓને જેતપુર સીટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો કડક પાઠ ભણાવ્યો છે. ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતાં પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જિલ્લામાં ગુનાખોરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.

Jetpur Luxury Bus Tax Scam: રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડતું એક ચોંકાવનારું ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા એક જ રજીસ્ટ્રેશન નંબરની નકલી નંબર પ્લેટ બનાવી અનેક બસો અલગ-અલગ રૂટ પર દોડાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 10 લક્ઝરી બસ, એક ઓમ્ની કાર સહિત કુલ 11...

રાજકોટ જિલ્લાના ભેસાણ તાલુકાના ભટગામ નજીક રવિવારે પરબધામ દર્શન માટે જઈ રહેલી મેજિક ગાડી અકસ્માતનો ભોગ બની હતી. રોડ સાઇડના ખાડામાં વાહન ઉતરી જતાં ગાડી પલ્ટી મારી હતી, જેમાં 8થી 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દેવકી ગાલોલ ગામમાં માત્ર ત્રણ કલાકમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ગાલોરીયા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે નદી પર બનાવાયેલ કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું અને જેતપુર-બગસરા રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુર-બગસરા રોડ પર આવેલા રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ મંદિર સામે આવેલી વાડીના કૂવામાંથી મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં લાંબા સમયથી બીમારીથી પીડાતા મહંતે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.