સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 3 ઇંચ વરસાદથી ગાલોરીયા નદીમાં પૂર, જેતપુર-બગસરા રોડ બંધ



AI Generated Images
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 3 ઇંચ વરસાદથી ગાલોરીયા નદીમાં પૂર, જેતપુર-બગસરા રોડ બંધ



AI Generated Images
Devki Galol Rain Flood: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દેવકી ગાલોલ ગામમાં માત્ર ત્રણ કલાકમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ગાલોરીયા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે નદી પર બનાવાયેલ કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું અને જેતપુર-બગસરા રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન દેવકી ગાલોલ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ગાલોરીયા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. પરિણામે રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગાલોરીયા નદી પર છેલ્લા દોઢથી બે વર્ષથી પુલનું કામ ચાલી રહ્યું છે. પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થતાં વાહન વ્યવહાર માટે નદીમાં કામચલાઉ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ વરસાદ પડતાં જ દર વર્ષે આ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ ફરી વાહનવ્યવહાર ખોરવાયો છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.
બીજી તરફ જામનગર જિલ્લાના જામજોધપુર, ભોજાબેડી અને શેઠવડાળા સહિતના વિસ્તારોમાં પણ સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે ખેતરોમાં વાવણીની તૈયારીઓ તેજ બની છે અને સૂકાયેલી ધરતીને રાહત મળી છે. ચોમાસાની સક્રિય શરૂઆત સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે અને કૃષિ ક્ષેત્રમાં નવી આશા જાગી છે. મેઘમહેરથી ધરતીપુત્રોના ચહેરા પર ફરી એકવાર સ્મિત જોવા મળી રહ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



