જેતપુરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો: એસિડની બોટલની આડમાં લઈ જવાતી 5,898 દારૂની બોટલો કબજે


જેતપુરમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો: એસિડની બોટલની આડમાં લઈ જવાતી 5,898 દારૂની બોટલો કબજે


Jetpur Liquor Seizure: જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર નવાગઢ નજીક ભાદર નદીના પુલ પરથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન એસિડની બોટલોની આડમાં છુપાવીને લઈ જવાતી 5,898 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે મીની ટ્રક સહિત કુલ રૂ.14.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે મીની ટ્રકના ડ્રાઇવર રાજુભાઈ નગાભાઈ કરમટાની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ આરોપીઓ સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના જથ્થા પાછળ સંકળાયેલા અન્ય આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.




