Rajkot Unseasonal Rain: જેતપુરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ

Rajkot Unseasonal Rain: રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
Kunjan ShuklaUpdated on: 30 Oct 2026 08:16 PM IST
Rajkot Unseasonal Rain: જેતપુરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિRajkot Unseasonal Rain: જેતપુરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ

Rajkot Unseasonal Rain

Rajkot Unseasonal Rain: રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. બીજી તરફ, કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જેતપુર શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ

મળતી માહિતી મુજબ, જેતપુર શહેરમાં અચાનક વાતાવરણ બદલાયું હતું અને ત્યારબાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, દેસાઈ વાડી, મતવા શેરી અને ફૂલવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. જેતપુર શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પેઢલા, માંડલીકપુર, પીઠડિયા, પ્રેમગઢ અને વીરપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં જનજીવન પર પણ અસર જોવા મળી હતી.

ખેડૂતો હવે આગામી હવામાન પરિસ્થિતિને લઈને ચિંતિત બન્યા

ખાસ કરીને ખેતીના પાકને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. હાલ ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાક હોવાથી અચાનક વરસેલા વરસાદથી નુકસાન થવાની આશંકા છે. જો વરસાદનું પ્રમાણ વધશે તો તૈયાર પાકને અસર થઈ શકે છે. એક તરફ ખેડૂતો ખેતીના પાકની લણણી અને અન્ય કામગીરીમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ કુદરતના અચાનક બદલાયેલા મિજાજે તેમની મુશ્કેલી વધારી છે. જેતપુર પંથકમાં પડેલા આ કમોસમી વરસાદને પગલે ખેડૂતો હવે આગામી હવામાન પરિસ્થિતિને લઈને ચિંતિત બન્યા છે. વરસાદથી પાકને કેટલું નુકસાન થયું છે તે અંગેની સ્થિતિ આગામી સમયમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Mehsana News: મહાનગરપાલિકાની સાધારણ સભામાં વિકાસના અનેક નિર્ણયો, મહિલાઓ માટે ખાસ રેસ્ટ એરિયા બનશે

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.