
Gujarat Latest News: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે.

Samni Expired Food Products Case: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામમાંથી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગંભીર ઘટના સામે આવી છે. ગામની એક કરિયાણાની દુકાનમાં મુદત વીતી ચૂકેલા ખાદ્યપદાર્થો અને...

Ankleshwar Food Safety Checking: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. શહેર તેમજ જૂના નેશનલ હાઈવે નંબર-8 પર આવેલી હોટલો, લારી-ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં અચાનક તપાસ હાથ ધરાતા નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. 48 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ ચેકિંગ...

Bharuch ના પા પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ 12 વર્ષના બાળકના મોતની ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. પાલેજમાં આવેલી વિવિધ રેસ્ટોરન્ટોમાં તંત્ર દ્વારા સતત તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Surat ના કામરેજ વિસ્તારમાં તહેવારો પહેલા ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ થયો છે. કામરેજના ધોરણ પારડી ખાતે ફૂડ સેફટી વિભાગ અને જિલ્લા LCB દ્વારા સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં દરોડો પાડીને મોટી માત્રામાં ઘી અને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા ઓઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Rajkot Municipal Corporation Food Department: તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને અસ્વચ્છતા સામે કાર્યવાહી તેજ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 48 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. 2601 કિલો અખાદ્ય અને વાસી જથ્થાનો નાશ મનપાના ફૂડ...

એનાલોગ પનીર મામલે રાજ્યભરમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ ખોરાક અને ઔષધ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડાસા શહેરની વિવિધ હોટલો અને મીઠાઈની દુકાનોમાં તંત્રની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

Fake Ghee Factory Gandhinagar: રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી વચ્ચે ગાંધીનગર જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દહેગામ નજીક આવેલા ગુલાદણ ગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર રેન્જ આઈજીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટી ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાની કામગીરી ઝડપાઈ છે. પ્રાથમિક તપાસમાં એસન્સ અને કલરનો ઉપયોગ કરીને...

Gujarat Dairy Analog Raid 2026: રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર રાજ્યમાં બનાવટી ‘ડેરી-એનાલોગ્સ’ (ચીઝ એનાલોગ / પનીર એનાલોગ) સામે સઘન દરોડા અને તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે....

Praful Pansheriya Health Council Meeting: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્ય અને દેશના આરોગ્ય હિત સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. આ બેઠક દરમિયાન દેશના આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તનને વધુ વેગ આપવાના હેતુથી આયુષ્માન ભારત ડિજિટલ...

અમદાવાદ: રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ ભેળસેળિયા તત્વો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સંયુક્ત ટીમે અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર દરોડા પાડી અંદાજે 452 લિટર શંકાસ્પદ ઘીનો રૂ. 2.85 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. લાયસન્સ વિના...

નાના મૌવા રોડ પર આવેલા જીજે-3 ઢોસા કોર્નરના માલિક રવિ મેઘાણીને 6 માસની સખત કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ દ્વારકાધીશ હોટલના માલિક કનુ બાંભવાને પણ 6 માસની સખત કેદ સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

મસાલા ભરવાની સિઝન શરુ થતા જ આરોગ્ય વિભાગ ચેકિગ અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરના આરોગ્ય વિભાગ દ્વારા દરેક મસાલાની દુકાનો અને ગોડાઉનમાં ભેળસેળ પદાર્થોનો ઉપયોગના થાય તે માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. અને રિપોર્ટમાં ભેળસેળ આવશે તો તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.