અમદાવાદમાં શંકાસ્પદ ઘી પર તવાઈ: 452 લિટર ઘી જપ્ત, ફેક્ટરી સીલ



AI Generated Images
અમદાવાદમાં શંકાસ્પદ ઘી પર તવાઈ: 452 લિટર ઘી જપ્ત, ફેક્ટરી સીલ



AI Generated Images
અમદાવાદ: રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ ભેળસેળિયા તત્વો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના કડક માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સંયુક્ત ટીમે અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર દરોડા પાડી અંદાજે 452 લિટર શંકાસ્પદ ઘીનો રૂ. 2.85 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
લાયસન્સ વિના ચાલતી ફેક્ટરી ઝડપાઈ
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી જરૂરી ફૂડ લાયસન્સ વિના કામગીરી કરી રહી હતી. સાથે જ ઉત્પાદન અને વેચાણ સંબંધિત જરૂરી દસ્તાવેજો પણ ઉપલબ્ધ નહોતા.
ભેળસેળની પ્રબળ શંકા
અધિકારીઓને ઘીનો વેચાણ ભાવ બજાર ભાવ કરતાં અત્યંત ઓછો લાગતા ભેળસેળની શંકા વધુ મજબૂત બની હતી. સ્થળ પરથી જથ્થો જપ્ત કરીને ફેક્ટરીને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી.
લેબ ટેસ્ટ બાદ થશે કડક કાર્યવાહી
ફૂડ સેફ્ટી અધિકારીઓએ ઘીના નમૂનાઓ લઈને તેને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
પ્રફુલ પાનશેરીયાનું નિવેદન
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા લોકો સામે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખે. ભેળસેળિયા તત્વો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ વધુ કડક રીતે ચાલુ રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



