ગાંધીનગરમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, એસન્સ-કલરથી નાખીને બનાવવામાં આવતું હતું ઘી

Fake Ghee Factory Gandhinagar: રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી વચ્ચે ગાંધીનગર જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દહેગામ નજીક આવેલા ગુલાદણ ગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર રેન્જ આઈજીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટી ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાની કામગીરી ઝડપાઈ છે. પ્રાથમિક તપાસમાં એસન્સ અને કલરનો ઉપયોગ કરીને...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Fake Ghee Factory Gandhinagar: રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી વચ્ચે ગાંધીનગર જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દહેગામ નજીક આવેલા ગુલાદણ ગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગાંધીનગર રેન્જ આઈજીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક મોટી ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાની કામગીરી ઝડપાઈ છે. પ્રાથમિક તપાસમાં એસન્સ અને કલરનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

બનાવટથી લઈને પેકેજિંગ સુધીની કામગીરી
ફેક્ટરીમાં માત્ર ઘી બનાવવાનું જ નહીં પરંતુ તેનું પેકેજિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. તૈયાર કરવામાં આવતા ઘીને અલગ-અલગ નામથી પેક કરીને બજારમાં સપ્લાય કરવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 'અંજની ઘી' અને 'અનુજ ઘી'ના નામથી આ ઘી સપ્લાય કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. જોકે આ અંગેની વધુ સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

રેન્જ IGના સ્ક્વોડની કાર્યવાહી
ગાંધીનગર રેન્જ આઈજીના સ્ક્વોડ દ્વારા મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફેક્ટરીમાં પહોંચેલી ટીમે નકલી ઘી બનાવવાની સમગ્ર પ્રક્રિયા અંગે તપાસ શરૂ કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ પણ તપાસ કરશે
આ મામલે હવે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળ અંગેની તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે. ટીમ ઘટના સ્થળે તપાસ માટે રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ બાદ ઘીમાં કયા પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેની ગુણવત્તા કેટલી હતી અને આ જથ્થો ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

ભેળસેળ સામે કાર્યવાહીથી ખળભળાટ
તાજેતરમાં રાજ્યમાં ભેળસેળયુક્ત પનીર અને ડેરી એનાલોગ સામે કાર્યવાહી બાદ હવે નકલી ઘીની ફેક્ટરી ઝડપાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તાને લઈને ફરી સવાલો ઉઠ્યા છે. સમગ્ર મામલે હવે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.