આમોદના સમની ગામે નફાખોરીની હદ પાર! ઉંદરે કાતરેલા અને એક્સપાયરી પેકેટો વેચવાનો પર્દાફાશ


Samni Expired Food Products Case
આમોદના સમની ગામે નફાખોરીની હદ પાર! ઉંદરે કાતરેલા અને એક્સપાયરી પેકેટો વેચવાનો પર્દાફાશ


Samni Expired Food Products Case
Samni Expired Food Products Case: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામમાંથી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરતી ગંભીર ઘટના સામે આવી છે. ગામની એક કરિયાણાની દુકાનમાં મુદત વીતી ચૂકેલા ખાદ્યપદાર્થો અને બિસ્કિટના પેકેટો વેચાતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.

સ્થાનિક રહીશ અને પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલે દુકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલા પેકેટોની તપાસ કરતાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી હતી. કેટલાક પેકેટો ઉંદર દ્વારા કાતરી નાખવામાં આવ્યા હોવા છતાં તેના પર સેલોટેપ લગાવીને વેચાણ માટે રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો પુરાવા સાથે સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આશરે ત્રણ મહિના અગાઉ પણ વેપારીને એક્સપાયરી થયેલો માલ ન વેચવા અંગે ચેતવણી આપવામાં આવી હતી. તેમ છતાં ફરીથી આવા માલના વેચાણનો મામલો સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકોએ દુકાનમાં થયેલી સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. હવે સંબંધિત તંત્ર દ્વારા દુકાનદાર સામે તપાસ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.




