Bharuch ના પાલેજની 10 જેટલી રેસ્ટોરન્ટમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શાકભાજી અને કાચું ચિકન સહીતનો જથ્થો નાશ કરાયો


Bharuch
Bharuch ના પાલેજની 10 જેટલી રેસ્ટોરન્ટમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શાકભાજી અને કાચું ચિકન સહીતનો જથ્થો નાશ કરાયો


Bharuch
Bharuch : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાલેજની આશરે 10 જેટલી રેસ્ટોરન્ટોમાં તપાસ કરી હતી, જ્યાંથી શાકભાજી, કાચું ચિકન સહિતની શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી દરમિયાન અંદાજે 40થી 50 કિલો જેટલી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહની વ્યવસ્થાને લઈને તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન નિયમોનું પાલન ન કરતી અથવા ઉપયોગ માટે યોગ્ય ન જણાતી સામગ્રીનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
બેકરીમાંથી પફના સેમ્પલ લેવામાં આવ્યા
બીજી તરફ ભરૂચ નગરપાલિકા કચેરીની સામે આવેલી ઇન્ડિયન બેકરીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પહોંચી હતી. અહીં પફની અંદર બટાકું દુર્ગંધવાળું હોવાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેકરીમાંથી પફ સહિત વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સાથે જ ઇન્ડિયન બેકરીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. બેકરીમાં રહેલો પફનો જથ્થો પણ કચરામાં નિકાલ કરવામાં આવ્યો હતો.
શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો
પાલેજમાં 12 વર્ષના બાળકના મોતની ઘટના બાદ હવે ખાદ્ય ચીજોની ગુણવત્તાને લઈને તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેસ્ટોરન્ટો અને ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા એકમોમાં સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીના સંગ્રહ અને ગુણવત્તાની તપાસનો દોર શરૂ થયો છે. આ સમગ્ર કાર્યવાહી બાદ ભરૂચ જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર રહેશે.




