
Ankleshwar Fire : અંકલેશ્વર તાલુકાના પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સુપ્રીમ ઓઇલ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.

Bharuch ના દહેજ GIDC વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે ભીષણ આગ લાગતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. બ્લાસ્ટના અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયા હોવાની માહિતી સામે આવી છે.

Bavla Fire : બાવળાના રામનગર નજીક આવેલી GRIL નામની ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલા મગરવાડા ખાતે પાવર હાઉસમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પાવર હાઉસમાં લાગેલી આગ એટલી વિકરાળ હોવાનું સામે આવ્યું છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ ચિંતા ફેલાઈ હતી.

આણંદ જિલ્લાના વાસદ ટોલ પ્લાઝા નજીક દોડતી આઇશર ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી ટ્રકને રોડની બાજુએ ઊભી રાખી દેતાં મોટી જાનહાનિ ટળી હતી.

ગાંધીનગરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. કુડાસણ પોર નજીક ગેસ લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

Lucknow Coaching Centre Fire: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ સ્થિત પુરનિયા વિસ્તારમાં સોમવારે એક દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આગ ઝડપથી ફેલાતા સમગ્ર ઈમારત ધુમાડા અને આગની લપેટમાં આવી ગઈ હતી. દુકાનના ઉપરના માળે કોચિંગ સેન્ટર ચાલતું હોવાથી વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા. આગની ઘટનાના કારણે કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ...

દાદર નગર હવેલી ખાતે એક ઘરમાં શોર્ટ સર્કિટના લીધે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી. પરંતુ ઘરમાં અંદર રહેલા માલ સામાન બળીને ખાખ થઈ ગયુ હતુ.

રાજસ્થાનની રાજધાની જયપુરના ખો નાગોરિયાન વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રહેણાંક વિસ્તારમાં આવેલા એક ઘરમાં ગેરરીતે ચલાવવામાં આવતી ફટાકડા ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

આણંદ જિલ્લાના ચિખોદરા ગામમાં આવેલ ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફટાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગના કારણો અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે આજે અચાનક આગની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કિનારે પાર્ક કરીને રાખવામાં આવેલી એક ખાનગી એજન્સીની બંધ બોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

વડોદરા ખાતે આવેલા ફતેગંજ વિસ્તારમાં એક કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફાયર વિભાગને કોલ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પર પહોંચીને આગ પર કાબૂમાં લીધી. આગ કેમ લાગી હતી તેની એકબંધ છે. પરંતુ મોટી જાનહાની થતા બચી ગઈ હતી.