Get News Alerts

Never miss breaking news updates.

દાદરા નગર હવેલીના થોરાતપાડામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, આખું ઘર બળીને ખાખ

દાદર નગર હવેલી ખાતે એક ઘરમાં શોર્ટ સર્કિટના લીધે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી. પરંતુ ઘરમાં અંદર રહેલા માલ સામાન બળીને ખાખ થઈ ગયુ હતુ.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 Jun 2026 11:41 AM IST
દાદરા નગર હવેલીના થોરાતપાડામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, આખું ઘર બળીને ખાખદાદરા નગર હવેલીના થોરાતપાડામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, આખું ઘર બળીને ખાખ

દાદાર નગર હવેલી દાદરા નગર હવેલીના સીદોની ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા થોરાતપાડા વિસ્તારમાં આજે શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ પ્રકાશભાઈ થોરાતના ઘરે અચાનક આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે પરિવારને ઘરનો સામાન બહાર કાઢવાનો કે બચાવવાનો સમય પણ મળ્યો નહોતો. જોતા જોતા આખું મકાન આગની ઝપેટમાં આવી ગયું હતું.

આ દુર્ઘટનામાં ઘર તેમજ ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ગરીબ પરિવારનું આશિયાનું સંપૂર્ણપણે નષ્ટ થતાં તેમના પર આર્થિક સંકટ તૂટી પડ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને શક્ય મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્વારા અસરગ્રસ્ત પરિવારને આર્થિક તથા જરૂરી સહાય પહોંચાડવા અપીલ કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.