આણંદ-વાસદ ટોલ પ્લાઝા નજીક દોડતી ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી



આણંદ-વાસદ ટોલ પ્લાઝા નજીક દોડતી ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી



આણંદ: આણંદ-વાસદ ટોલ પ્લાઝા નજીક આજે એક આઇશર ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી.
માહિતી મુજબ, રાજકોટથી રાજપીપળા તરફ જઈ રહેલી આઇશર ટ્રકમાં ટ્રેક્ટરો ભરેલા હતા. ટ્રકમાંથી ધુમાડો નીકળતો જોઈ ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી વાહનને તાત્કાલિક રોડની સાઇડમાં ઊભું રાખી દીધું અને પોતાનો જીવ બચાવ્યો. તેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જોકે બાદમાં સ્થિતિ સામાન્ય બની હતી.
પ્રાથમિક તપાસમાં ટ્રકમાં વાયરિંગ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




