Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરના કુડાસણ પોર નજીક ગેસ લાઇનમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

ગાંધીનગરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. કુડાસણ પોર નજીક ગેસ લાઇનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 Jun 2026 11:23 AM IST
ગાંધીનગરના કુડાસણ પોર નજીક ગેસ લાઇનમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યોગાંધીનગરના કુડાસણ પોર નજીક ગેસ લાઇનમાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

 

ગાંધીનગર ગાંધીનગરના કુડાસણ પોર નજીક ગેસ લાઇનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની બે ફાયર ફાઈટિંગ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ આગ ગેસ લાઇનમાં લાગી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.