
Krishna Museum in Dwarka : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવાની દિશામાં દ્વારકામાં શ્રીકૃષ્ણ સંગ્રહાલયનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ આકાર લઈ રહ્યો છે.

Dwarka Temple : દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલન અંગે અનેક સવાલો ઊભા થયા છે.

Dwarka: દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષમાં ખેતી અને પશુપાલનને અસર થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક રાહતના પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

Sudarshan Bridge Solar Panel Fire: દ્વારકાના ઓખા સ્થિત સુદર્શન બ્રિજ પર શનિવારે એક ઘટના સામે આવી, જેમાં બ્રિજ પર સ્થાપિત સોલર પેનલમાં શોર્ટ સર્કિટ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને કારણે સોલર સિસ્ટમમાંથી સામાન્ય ધુમાડા નીકળતા થોડા સમય માટે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ઘટના સમયે સુદર્શન બ્રિજ પર વાહનો અને રાહદારીઓની અવરજવર યથાવત ચાલુ...

Bet Dwarka Temple Trust Controversy: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક જગત મંદિરના વહીવટ અને ટ્રસ્ટની કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અયોધ્યા રામ મંદિરના દાનની રકમ ચોરીના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે બેટ દ્વારકાના સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ધાર્મિક આગેવાનો દ્વારા પણ મંદિર ટ્રસ્ટના વહીવટ અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી...

દેવભૂમિ દ્વારકા: દરિયાકાંઠા વિસ્તારમાં ફરી એકવાર હવામાન અને દરિયાઈ પરિસ્થિતિને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય સમુદ્ર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારા માટે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાડીનારથી હર્ષદ સુધીના દરિયાઈ પટ્ટામાં આગામી 24...

દ્વારકામાં આવેલ પવિત્ર દ્વારકાધીશ જગતમંદિર ખાતે રવિવાર તા. 28 જૂન, 2026ના રોજ જયેષ્ઠાભિષેક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેઠ માસના જયેષ્ઠા નક્ષત્રના શુભ અવસરે પરંપરા અને શ્રદ્ધાભાવ સાથે યોજાતા આ વિશિષ્ટ ઉત્સવમાં શ્રીજીને આમ્રરસ અને અઘોરકુંડના પવિત્ર જળથી ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવ્યો હતો, જેને જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં દરિયામાં ઉછળતા 8થી 10 ફૂટ ઊંચા મોજા અને તાજેતરમાં બનેલી ઘટના બાદ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવરજવર અને ન્હાવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે વિસ્તારમાં પોલીસ અને ફાયર વિભાગને તૈનાત કરવામાં આવ્યા છે.

Dwarka News: દ્વારકા-લીમડીને જોડતા માર્ગ પર કારમાં અચાનક આગ લાગવાની દુર્ઘટનામાં પિતા અને પુત્રીના કરુણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે કારમાં સવાર પત્નીનો આબાદ બચાવ થયો હતો.

ખંભાળિયાઃ તાલુકાના દાત્રાણા ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના ત્રણ નાના બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. આ બનાવમાં બે માસૂમ બાળકોના કરુણ મોત થયા છે, જ્યારે એક બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

દ્વારકા: દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા પોલીસ તંત્રએ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી નજીક દરિયામાં SOG ટીમે દરોડો પાડી કુલ 55 માછીમારી બોટોને ઝડપી પાડી છે.