Get News Alerts

Never miss breaking news updates.

અયોધ્યા મંદિર વિવાદ બાદ બેટ દ્વારકા જગત મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો, SIT તપાસની ઉઠી માંગ

Bet Dwarka Temple Trust Controversy: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક જગત મંદિરના વહીવટ અને ટ્રસ્ટની કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અયોધ્યા રામ મંદિરના દાનની રકમ ચોરીના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે બેટ દ્વારકાના સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ધાર્મિક આગેવાનો દ્વારા પણ મંદિર ટ્રસ્ટના વહીવટ અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી...
R Gajjar
R GajjarUpdated on: 08 Jul 2026 04:22 PM IST
અયોધ્યા મંદિર વિવાદ બાદ બેટ દ્વારકા જગત મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો, SIT તપાસની ઉઠી માંગઅયોધ્યા મંદિર વિવાદ બાદ બેટ દ્વારકા જગત મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો, SIT તપાસની ઉઠી માંગ

AI Generated Images

Bet Dwarka Temple Trust Controversy: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક જગત મંદિરના વહીવટ અને ટ્રસ્ટની કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અયોધ્યા રામ મંદિરના દાનની રકમ ચોરીના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે બેટ દ્વારકાના સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ધાર્મિક આગેવાનો દ્વારા પણ મંદિર ટ્રસ્ટના વહીવટ અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ વર્ષ 2022થી બેટ દ્વારકાના રહેવાસીઓ વિવિધ મુદ્દાઓને લઈને લડત ચલાવી રહ્યા છે. તેમના આક્ષેપ મુજબ બેટ દેવસ્થાન સમિતિના મોટાભાગના ટ્રસ્ટીઓ સ્થાનિક ન હોવા છતાં ટ્રસ્ટના વહીવટ અને નાણાકીય વ્યવહારોમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાની શંકા છે. આ મામલે SITની રચના કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આક્ષેપોમાં સૌથી ગંભીર મુદ્દો મંદિરના સોના-ચાંદીના દાગીના અને કિંમતી રત્નોના હિસાબનો છે. સ્થાનિક આગેવાનોનો દાવો છે કે દ્વારકાધીશજી સહિત અન્ય મંદિરોના અબજો રૂપિયાના દાગીના ક્યાં છે તેની સ્પષ્ટ માહિતી જાહેર થવી જોઈએ. દાગીનાઓ સુરક્ષિત છે કે નહીં તેની તપાસ જરૂરી હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત ભૂકંપ બાદ વર્ષોથી ચાલી રહેલા મંદિરના રિનોવેશન દરમિયાન જૂનવાણી લાકડું અને અન્ય કિંમતી વસ્તુઓનું શું થયું તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટની સ્થાવર મિલ્કતો, ભાડાની આવક, મિલ્કતોના વહેવાર અને ટ્રસ્ટને થયેલા સંભવિત નુકસાન અંગે પણ તપાસની માંગ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનોના આક્ષેપ મુજબ કેટલીક મિલ્કતો ટ્રસ્ટ એક્ટમાં નિર્ધારિત પ્રક્રિયા વિના અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓને સોંપવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથે જ મંદિર પરિસરમાંથી ઉઘરાવવામાં આવતા વિવિધ પ્રકારના દાન અને આવકના હિસાબોને પણ જાહેર કરવાની માંગ ઉઠી છે.

વેપારી મંડળ પ્રમુખ અજય રાઠોડ, મહાપ્રભુજી બેઠકના મુખિયાજી અતુલ ભટ્ટ અને તીર્થ ગોર ઉદયભાઈ પંડાએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે SITની રચના કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે આ તમામ મુદ્દાઓ સ્થાનિક આગેવાનો અને અરજદારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે. સંબંધિત ટ્રસ્ટ અથવા જવાબદાર પક્ષ તરફથી આ અંગે સત્તાવાર પ્રતિસાદ મળવો બાકી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com