દ્વારકાના સુદર્શન બ્રિજ પર સોલર પેનલમાં શોર્ટ સર્કિટની આશંકા, ધુમાડા નીકળતા અફરાતફરીનો માહોલ


AI Generated Images
દ્વારકાના સુદર્શન બ્રિજ પર સોલર પેનલમાં શોર્ટ સર્કિટની આશંકા, ધુમાડા નીકળતા અફરાતફરીનો માહોલ


AI Generated Images
Sudarshan Bridge Solar Panel Fire: દ્વારકાના ઓખા સ્થિત સુદર્શન બ્રિજ પર શનિવારે એક ઘટના સામે આવી, જેમાં બ્રિજ પર સ્થાપિત સોલર પેનલમાં શોર્ટ સર્કિટ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને કારણે સોલર સિસ્ટમમાંથી સામાન્ય ધુમાડા નીકળતા થોડા સમય માટે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ઘટના સમયે સુદર્શન બ્રિજ પર વાહનો અને રાહદારીઓની અવરજવર યથાવત ચાલુ હતી. વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક ધુમાડા દેખાતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, સમયસર સ્થિતિ કાબૂમાં આવી જતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.

પ્રાથમિક માહિતી અનુસાર, સોલર પેનલમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ જાણવા સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ બ્રિજ પર સ્થાપિત સોલર સિસ્ટમની સલામતી, જાળવણી અને નિયમિત નિરીક્ષણ અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી.




