Get News Alerts

Never miss breaking news updates.

Krishna Museum in Dwarka : દ્વારકામાં ₹92.70 કરોડનું શ્રીકૃષ્ણ મ્યુઝિયમ બનશે, 9 ગેલેરીમાં જીવંત થશે ભગવાનની દિવ્ય લીલાઓ

Krishna Museum in Dwarka : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવાની દિશામાં દ્વારકામાં શ્રીકૃષ્ણ સંગ્રહાલયનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ આકાર લઈ રહ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 22 Oct 2026 11:57 AM IST
Krishna Museum in Dwarka : દ્વારકામાં ₹92.70 કરોડનું શ્રીકૃષ્ણ મ્યુઝિયમ બનશે, 9 ગેલેરીમાં જીવંત થશે ભગવાનની દિવ્ય લીલાઓKrishna Museum in Dwarka : દ્વારકામાં ₹92.70 કરોડનું શ્રીકૃષ્ણ મ્યુઝિયમ બનશે, 9 ગેલેરીમાં જીવંત થશે ભગવાનની દિવ્ય લીલાઓ

Krishna Museum in Dwarka

Krishna Museum in Dwarka : રૂ. 92.70 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારા આ સંગ્રહાલયમાં આધ્યાત્મિક વારસો, ભારતીય સંસ્કૃતિ અને આધુનિક ડિજિટલ ટેકનોલોજીનો સમન્વય જોવા મળશે. નવ થીમેટિક ગેલેરીઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવનપ્રસંગો અને ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

દ્વારકાધીશ મંદિરથી આશરે 1.6 કિલોમીટરના અંતરે વિકસાવવામાં આવનારું શ્રીકૃષ્ણ સંગ્રહાલય ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસન માટે મહત્ત્વપૂર્ણ આકર્ષણ બની શકે છે. આ પ્રકલ્પનો ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના જીવન, તેમની દિવ્ય લીલાઓ, તત્ત્વજ્ઞાન અને જીવનમૂલ્યોને એક જ સ્થળે સુવ્યવસ્થિત રીતે રજૂ કરવાનો છે.

બાળલીલાથી મહાભારત સુધીની યાત્રા

સંગ્રહાલયની ગેલેરીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ અને બાળલીલાઓ, ગોકુલ-વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત ધારણ કરવાની લીલા, કાળિયા નાગનું મર્દન અને રાસલીલા જેવા પ્રસંગોને રજૂ કરવામાં આવશે. સંગ્રહાલયમાં નવ થીમ આધારિત ગેલેરીઓ ઉપરાંત લેન્ડસ્કેપ વિસ્તાર, કમળ તળાવ, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને એમ્ફિથિયેટર જેવી સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.

આ ઉપરાંત મથુરા ગમન, કંસવધ, દ્વારકાની સ્થાપના અને મહાભારતમાં શ્રીકૃષ્ણની ભૂમિકા પણ વિશેષ આકર્ષણ બની શકે છે. શિલ્પો, ચિત્રો, કળાકૃતિઓ અને પ્રતિકૃતિઓ દ્વારા મુલાકાતીઓને આ પ્રસંગો વિશે જાણવાની તક મળશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સંગ્રહાલયને વધુ આકર્ષક બનાવવાની યોજના છે. તેમાં ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ઇન્ટરએક્ટિવ ડિજિટલ ડિસ્પ્લે, 3D પ્રોજેક્શન મેપિંગ, ટચસ્ક્રીન માહિતી કિઓસ્ક અને મોશન સેન્સર આધારિત અનુભવોનો સમાવેશ કરવામાં આવશે. આ વ્યવસ્થાઓથી મુલાકાતીઓ માત્ર માહિતી વાંચવા પૂરતા સીમિત નહીં રહે, પરંતુ દૃશ્ય અને અવાજના માધ્યમથી શ્રીકૃષ્ણના જીવનપ્રસંગોને વધુ સારી રીતે સમજી શકશે.

પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગની આશા

મુલાકાતીઓની સુવિધા માટે વિઝિટર ડેસ્ક, દિવ્યાંગજનો માટે સુલભ પ્રવેશ, કેફે, સોવેનિયર શોપ અને પાર્કિંગ જેવી વ્યવસ્થાઓ પણ વિકસાવવાનું આયોજન છે. દ્વારકા પહેલેથી જ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે.

શ્રીકૃષ્ણ સંગ્રહાલય શરૂ થયા બાદ ધાર્મિક પ્રવાસનની સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવાસનને પણ પ્રોત્સાહન મળવાની સંભાવના છે. તેના કારણે સ્થાનિક વેપાર, પરિવહન, હસ્તકલા અને આતિથ્ય ક્ષેત્રને નવી તકો મળી શકે છે. આ પ્રકલ્પ પરંપરાગત આધ્યાત્મિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને દ્વારકાને નવી સાંસ્કૃતિક ઓળખ આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ બની શકે છે.

આ પણ વાંચો : Junagadh Crime News : જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો આરોપ, 3 આરોપીની પોલીસે કરી ધરપકડ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે