દ્વારકા-લીમડી હાઇવે પર કાર અચાનક સળગી; પિતા-પુત્રી જીવતા ભૂંજાતા મોત, એકની હાલત ગંભીર



દ્વારકા-લીમડી હાઇવે પર કાર અચાનક સળગી; પિતા-પુત્રી જીવતા ભૂંજાતા મોત, એકની હાલત ગંભીર



Dwarka News: દ્વારકા-લીમડીને જોડતા માર્ગ પર કારમાં અચાનક આગ લાગવાની દુર્ઘટનામાં પિતા અને પુત્રીના કરુણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે કારમાં સવાર પત્નીનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ, પતિ-પત્ની અને પુત્રી પરિવાર સાથે રણજીતપર ગામે જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યા બાદ કારનું હેન્ડલ લોક થઈ જતા પિતા અને પુત્રી બહાર નીકળી શક્યા નહોતા અને આગમાં જીવતા સળગી જતા બંનેના મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ વલ્લભભાઈ સુવા અને તેમની પુત્રી હિરલબેન સુવા તરીકે થઈ છે. જ્યારે કારમાં સવાર સતીબેનને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




