Get News Alerts

Never miss breaking news updates.

દેવભૂમિ દ્વારકામાં હાઈ વેવ એલર્ટ: દરિયામાં 20 ફૂટ સુધીના મોજાં, તંત્રે વધારી સતર્કતા

દેવભૂમિ દ્વારકા: દરિયાકાંઠા વિસ્તારમાં ફરી એકવાર હવામાન અને દરિયાઈ પરિસ્થિતિને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય સમુદ્ર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારા માટે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાડીનારથી હર્ષદ સુધીના દરિયાઈ પટ્ટામાં આગામી 24...
R Gajjar
R GajjarUpdated on: 02 Jul 2026 04:18 PM IST
દેવભૂમિ દ્વારકામાં હાઈ વેવ એલર્ટ: દરિયામાં 20 ફૂટ સુધીના મોજાં, તંત્રે વધારી સતર્કતાદેવભૂમિ દ્વારકામાં હાઈ વેવ એલર્ટ: દરિયામાં 20 ફૂટ સુધીના મોજાં, તંત્રે વધારી સતર્કતા

AI Generated Images

દેવભૂમિ દ્વારકા: દરિયાકાંઠા વિસ્તારમાં ફરી એકવાર હવામાન અને દરિયાઈ પરિસ્થિતિને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય સમુદ્ર માહિતી સેવા કેન્દ્ર (INCOIS) દ્વારા દેવભૂમિ દ્વારકાના દરિયાકિનારા માટે હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાડીનારથી હર્ષદ સુધીના દરિયાઈ પટ્ટામાં આગામી 24 કલાક દરમિયાન 3.4 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજાં ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ એલર્ટ આજ રાત્રે 11:30 વાગ્યાથી અમલમાં રહેશે.

દરિયામાં ઊંચા મોજાં અને ભારે કરંટની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારો, પ્રવાસીઓ તેમજ દરિયાકિનારે અવરજવર કરતા લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોઈપણ વ્યક્તિએ દરિયામાં પ્રવેશ ન કરવો તેમજ દરિયાકિનારાથી સુરક્ષિત અંતર જાળવવું તે અંગે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે. હાલમાં દ્વારકાના પ્રસિદ્ધ ગોમતીઘાટ વિસ્તારમાં પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે મોજાં અંદાજે 15 થી 20 ફૂટ સુધી ઊંચા ઉછળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિને જોતા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ અને ફાયર વિભાગના જવાનોને ગોમતીઘાટ ખાતે તહેનાત કરવામાં આવ્યા છે.

ઈનચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણે પણ નાગરિકો અને પ્રવાસીઓને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં લેવામાં આવશે. દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકો, માછીમારો અને પ્રવાસીઓએ આગામી 24 કલાક સુધી વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com