
Narol Pirana Fire Godown : અમદાવાદ શહેરમાં નારોલ-વિશાલા હાઈવે પર પીરાણા ડમ્પિંગ યાર્ડ નજીક આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

Ahmedabad Fire: અમદાવાદના નિર્ણયનગર અંડરપાસ પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્લોટમાં રાખવામાં આવેલા બિલ્ડિંગ અને રોડ નિર્માણ સંબંધિત મટિરિયલમાં આગ લાગી હતી.

Ahmedabad Fire: અમદાવાદમાં ગોડાઉનમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ આખા ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લેતાં ફાયર વિભાગને તાત્કાલિક દોડવું પડ્યું હતું.

Ahmedabad Pritamnagar Fire: અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રીતમનગરના ઢાળ પાસે લોટસ પાર્ક હોટેલ સામે આવેલા નરનારાયણ કોમ્પ્લેક્સની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાં આગ લાગતા આસપાસના...

કેન્યાના કેરિચોમાં ચાલી રહેલી રામકથા દરમિયાન મોરારિ બાપુએ અમદાવાદની આગની દુર્ઘટના અને યુગાન્ડાના બસ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સાથે જ બંને દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને કુલ રૂ. 4.65 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad News: અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી ગેસ એજન્સીમાં ગુરુવારે સાંજના સમયે આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદના વિશાલા ફતેહવાડી કેનાલ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મોડી સાંજે લાગેલી આ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંદાજે 2500 જેટલા ઝૂંપડાઓ ધરાવતા વિસ્તારમાંથી આશરે 200 જેટલા ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે.

જોધપુર વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી પારસ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ અને અધિકારીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર ગોડાઉનમાં મેડિકલ સાધનો અને દવાઓનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ સાથે ગાઢ ધુમાડો ફેલાતા ફાયરબ્રિગેડને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.

અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયે કઠવાડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરા તરફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગેટ નંબર -1 પાસે અચાનક આગ લાગતા ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ગાડીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ લેવા માટે પાણીનો મારો કર્યો હતો. આગના કારણે આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો હતો.