અમદાવાદના પ્રીતમનગરમાં દુકાનમાં આગ, 4 લોકોનું રેસ્ક્યુ કરાયું



Ahmedabad Pritamnagar Fire
અમદાવાદના પ્રીતમનગરમાં દુકાનમાં આગ, 4 લોકોનું રેસ્ક્યુ કરાયું



Ahmedabad Pritamnagar Fire
Ahmedabad Pritamnagar Fire: અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રીતમનગરના ઢાળ પાસે લોટસ પાર્ક હોટેલ સામે આવેલા નરનારાયણ કોમ્પ્લેક્સની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આગની ઘટનામાં દુકાનમાંથી ચાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા ચારેય લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. આગનું કારણ જાણવા માટે FSL મારફતે તપાસ કરવામાં આવશે. બીજી તરફ, એલિસબ્રિજ પોલીસ દ્વારા ઘટનાની જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દરમિયાન, સ્થાનિકો દ્વારા ઘટનાસ્થળે કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસના જણાવ્યા મુજબ, જાણવાજોગ નોંધ કર્યા બાદ સંબંધિત લોકોના નિવેદનો લેવામાં આવશે. તપાસ દરમિયાન જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





