Ahmedabad Fire: નિર્ણયનગર અંડરપાસ પાસે આગની ઘટના, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

Ahmedabad Fire: અમદાવાદના નિર્ણયનગર અંડરપાસ પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્લોટમાં રાખવામાં આવેલા બિલ્ડિંગ અને રોડ નિર્માણ સંબંધિત મટિરિયલમાં આગ લાગી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
fire at nirnay nagar ahmedabadfire at nirnay nagar ahmedabad

fire at nirnay nagar ahmedabad

Ahmedabad Fire: અમદાવાદના નિર્ણયનગર અંડરપાસ પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્લોટમાં રાખવામાં આવેલા બિલ્ડિંગ અને રોડ નિર્માણ સંબંધિત મટિરિયલમાં આગ લાગી હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

મળતી માહિતી મુજબ, AMC દ્વારા રોડ બનાવવાનું કામ કરતી વિજય ઈન્ફ્રા કંપનીનું રો-મટિરિયલ આ પ્લોટમાં રાખવામાં આવ્યું હતું. આ મટિરિયલમાં કોઈ કારણસર આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

આ કારણે મોટી દુર્ઘટના ટળી

આ પ્લોટની આગળના ભાગમાં ફટાકડાના સ્ટોલ માટે અગાઉથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આગની ઘટનામાં આ ફાયર સેફ્ટી વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ હતી. ફાયર વિભાગના વાહનો અને ઉપલબ્ધ સુરક્ષા સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, જેથી આગ વધુ ફેલાતી અટકાવી શકાય.

ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ કેવી રીતે લાગી અને પ્લોટમાં રાખવામાં આવેલા મટિરિયલને કેટલું નુકસાન થયું તે અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. જાહેર સ્થળો અને બાંધકામ મટિરિયલના સંગ્રહ સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હોવા કેટલા જરૂરી છે તે આ ઘટના ફરી એકવાર દર્શાવે છે.

આ પણ વાંચો: Ahmedabad News: ઝોન-7 પોલીસનું મેગા ઓપરેશન, એક જ રાતમાં 4 NDPS કેસ, 549 કફ સિરપની બોટલ અને ગાંજો ઝડપાયો