Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં વિશાલા પાસે 200 જેટલા ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી

અમદાવાદના વિશાલા ફતેહવાડી કેનાલ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મોડી સાંજે લાગેલી આ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંદાજે 2500 જેટલા ઝૂંપડાઓ ધરાવતા વિસ્તારમાંથી આશરે 200 જેટલા ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે.
Admin
AdminUpdated on: 10 Jun 2026 05:16 PM IST
અમદાવાદમાં વિશાલા પાસે 200 જેટલા ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરીઅમદાવાદમાં વિશાલા પાસે 200 જેટલા ઝૂંપડામાં આગ લાગતા અફરાતફરી

Ahmedabad Fire: અમદાવાદના વિશાલા ફતેહવાડી કેનાલ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મોડી સાંજે લાગેલી આ આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંદાજે 2500 જેટલા ઝૂંપડાઓ ધરાવતા વિસ્તારમાંથી આશરે 200 જેટલા ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના ફતેહવાડી કેનાલ પાછળ આવેલા વિસ્તારમાં આજે મોટી આગની ઘટના સામે આવી છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો ઝૂંપડા બનાવી વસવાટ કરે છે.

પ્રાથમિક માહિતી મુજબ, અંદાજે 2500 જેટલા ઝૂંપડાઓમાંથી લગભગ 200 જેટલા ઝૂંપડાઓમાં આગ ફેલાઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ અને ભયનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચાડી બચાવ અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હોવાનું સામે આવ્યું છે.

સદ્નસીબે હાલ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે, આગના કારણે મોટા પ્રમાણમાં ઝૂંપડાઓને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.