Ahmedabad Fire: ગ્રેનાઈટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી


Ahmedabad Fire
Ahmedabad Fire: ગ્રેનાઈટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી


Ahmedabad Fire
Ahmedabad Fire: અમદાવાદમાં ગોડાઉનમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે ગણતરીની મિનિટોમાં જ આખા ગોડાઉનને પોતાની લપેટમાં લઈ લેતાં ફાયર વિભાગને તાત્કાલિક દોડવું પડ્યું હતું. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આસપાસના વિસ્તારમાં ચકચાર મચી
અમદાવાદમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં ગ્રેનાઈટ હોવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગનું પ્રમાણ વધુ હોવાથી આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
બીજી તરફ, આગની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગોડાઉનમાં લાગેલી આગને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે સ્થળ પર ભીડ એકત્ર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોને ઘટનાસ્થળેથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેથી ફાયર વિભાગના જવાનોને આગ બુઝાવવાની કામગીરીમાં કોઈ અડચણ ન આવે.
હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: Musical Magic in Ahmedabad : અમદાવાદમાં ‘સૂરો કે Teen Badshah AGAIN’નો ભવ્ય સમાપન, સંગીતની સુરમય સાંજે મોહ્યાં શ્રોતાઓ





