
Navratri Security Ahmedabad: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ગરબા સ્થળોએ મહિલાઓની સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ પર નજર રાખવા માટે સી ટીમને એલર્ટ...

Kutch Mela: કચ્છના નખત્રાણા ખાતે યોજાઈ રહેલા પ્રસિદ્ધ મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિના પગલે અમદાવાદમાં આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન યોજાશે.

Gujarat Ganeshotsav Security: રાજ્યમાં આગામી ગણેશોત્સવ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે. રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં આજે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાના એક્શન પ્લાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

Koliak Bhadarvi Amavas Lok Mela: ભાવનગર તાલુકાના કોળીયાક ગામે આવેલા ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ ખાતે આગામી 10 અને 11 સપ્ટેમ્બરે ભાદરવી અમાસનો લોકમેળો યોજાશે. મેળાને લઈને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...

Surat જિલ્લાના કામરેજ સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગતરોજ યોજાયેલા જંગી મતદાન બાદ આજે કામરેજના ઉમમંગલ હોલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ.

BJP Protest Outside Gujarat Congress Office: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર મંગળવારે રાજકીય માહોલ ગરમાયો હતો. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર થયેલા વિરોધના મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પાલડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આજે સવારે ગુજરાત કોંગ્રેસે પોતાના પ્રદેશ પ્રમુખના...

Ahmedabad Rath Yatra Security: અમદાવાદમાં યોજાનારી ગુજરાતની સૌથી મોટી અને ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર રથયાત્રા રૂટ પર વિશેષ પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર, ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ જગન્નાથ...

અમદાવાદ: રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ગાંધીનગર: રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના સંદર્ભે ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સજ્જ છે. આ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી અને જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ વડાની સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી દરમિયાન સુરક્ષા બંદોબસ્તનું આયોજન અને ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.