અમદાવાદ : કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનું વિરોધ પ્રદર્શન, પાલડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત


અમદાવાદ : કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપનું વિરોધ પ્રદર્શન, પાલડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત


BJP Protest Outside Gujarat Congress Office: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર મંગળવારે રાજકીય માહોલ ગરમાયો હતો. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર થયેલા વિરોધના મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પાલડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આજે સવારે ગુજરાત કોંગ્રેસે પોતાના પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ બપોરના સમયે ભાજપના કાર્યકરો બે ડીજે સિસ્ટમ સાથે કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલડી વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને અંદાજે 2 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે બે સંયુક્ત પોલીસ કમિશનર (JCP), DCP કક્ષાના અધિકારીઓ તેમજ અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. બંને પક્ષના કાર્યકરો સામસામે ન આવે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને પ્રદેશ કાર્યાલયની અંદર જ રોકવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કાર્યાલયના મુખ્ય દરવાજા બંધ રાખી કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપના વિરોધ પ્રદર્શન માટે અગાઉથી પરવાનગી આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ શાંતિપૂર્ણ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને થયેલા વિરોધના મુદ્દે અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માહિતી મુજબ, આજે સવારે ગુજરાત કોંગ્રેસે પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ બપોરે ભાજપના કાર્યકરો બે ડીજે સિસ્ટમ સાથે કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચીને વિરોધ નોંધાવી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પાલડી વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 2 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બે સંયુક્ત પોલીસ કમિશનર (JCP), DCP સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના નેતાઓને પ્રદેશ કાર્યાલયમાં જ રોકી રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કાર્યાલયના પ્રવેશદ્વાર બંધ કરી સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભૂતકાળની જેમ બંને પક્ષના કાર્યકરો સામસામે ન આવે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના વિરોધ પ્રદર્શન માટે પોલીસ દ્વારા જરૂરી પરવાનગી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.




