Get News Alerts

Never miss breaking news updates.

Navratri મહોત્સવને લઈને પોલીસ એલર્ટ, ટ્રેડિશનલ ડ્રેસમાં 49 સી ટીમ તૈનાત રહેશે

Navratri Security Ahmedabad: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ગરબા સ્થળોએ મહિલાઓની સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ પર નજર રાખવા માટે સી ટીમને એલર્ટ...
R Gajjar
R GajjarUpdated on: 09 Oct 2026 05:27 PM IST
Navratri મહોત્સવને લઈને પોલીસ એલર્ટ, ટ્રેડિશનલ ડ્રેસમાં 49 સી ટીમ તૈનાત રહેશેNavratri મહોત્સવને લઈને પોલીસ એલર્ટ, ટ્રેડિશનલ ડ્રેસમાં 49 સી ટીમ તૈનાત રહેશે

Navratri Security Ahmedabad

Navratri Security Ahmedabad: નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ગરબા સ્થળોએ મહિલાઓની સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ પર નજર રાખવા માટે સી ટીમને એલર્ટ કરવામાં આવી છે. આ ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી ભીડ વચ્ચે રહીને પણ સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી શકાય.

બોડીવોન કેમેરા અને વોકીટોકી સાથે ટીમો તૈનાત

નવરાત્રિ દરમિયાન સી ટીમના પોલીસકર્મીઓ બોડીવોન કેમેરા, વોકીટોકી અને વાહનો સાથે ફરજ બજાવશે. પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ આ ટીમો કાર્યરત રહેશે. ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ટીમો સતર્ક રહેશે.

84 ગરબાને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ

નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને શહેરમાં ગરબાના આયોજનો માટે મંજૂરી આપવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, 84 ગરબાને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. ગરબા આયોજનો દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

14 હજાર પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે

નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આશરે 500 અધિકારીઓ સાથે 14 હજાર પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત, 49 જેટલી સી ટીમ પણ સુરક્ષાની જવાબદારી સંભાળશે. નવરાત્રિમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા અને જોવા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ખેલૈયાઓ નિર્ભયતાથી ગરબાનો આનંદ માણી શકે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]