Kutch Mela: નખત્રાણાના મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 400 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે બીજો દિવસ શાંતિપૂર્ણ પૂર્ણ



Kutch Mela
Kutch Mela: નખત્રાણાના મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 400 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે બીજો દિવસ શાંતિપૂર્ણ પૂર્ણ



Kutch Mela
Kutch Mela: કચ્છના નખત્રાણા ખાતે યોજાઈ રહેલા પ્રસિદ્ધ મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓની મોટી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
400 પોલીસ જવાનો તૈનાત
મોટા યક્ષના મેળામાં સુરક્ષા વ્યવસ્થા માટે 400 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ખડેપગે રહીને ફરજ બજાવી રહ્યા છે.
CCTV અને વોચ ટાવરથી ચાંપતી નજર
મેળાના વિવિધ વિસ્તારોમાં વોચ ટાવર અને CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ ટીમ દ્વારા ભીડની હિલચાલ તેમજ મેળાના સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી
IG અને SPના માર્ગદર્શન હેઠળ DySP ભગોરા અને PI પટેલની ટીમ દ્વારા મેળામાં સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસના આયોજન અને ચુસ્ત બંદોબસ્તની મેળા સમિતિ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પશ્ચિમ કચ્છ પોલીસના સુરક્ષા કવચને કારણે મેળાનો બીજો દિવસ પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.






