Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ રથયાત્રા માટે પોલીસ હાઇ એલર્ટ પર, 120થી વધુ કર્મચારીઓએ રૂટ પર કર્યું પગપાળા પેટ્રોલિંગ

Ahmedabad Rath Yatra Security: અમદાવાદમાં યોજાનારી ગુજરાતની સૌથી મોટી અને ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર રથયાત્રા રૂટ પર વિશેષ પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર, ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ જગન્નાથ...
R Gajjar
R GajjarUpdated on: 30 Jun 2026 07:44 PM IST
અમદાવાદ રથયાત્રા માટે પોલીસ હાઇ એલર્ટ પર, 120થી વધુ કર્મચારીઓએ રૂટ પર કર્યું પગપાળા પેટ્રોલિંગઅમદાવાદ રથયાત્રા માટે પોલીસ હાઇ એલર્ટ પર, 120થી વધુ કર્મચારીઓએ રૂટ પર કર્યું પગપાળા પેટ્રોલિંગ

Ahmedabad Rath Yatra Security: અમદાવાદમાં યોજાનારી ગુજરાતની સૌથી મોટી અને ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર રથયાત્રા રૂટ પર વિશેષ પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર, ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી રૂટ માર્ચ અને પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન સમગ્ર માર્ગ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર રથયાત્રા રૂટ પર સતત પેટ્રોલિંગ અને મોનીટરીંગ ચાલી રહ્યું છે. આ વિશેષ અભિયાનમાં 120થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે માર્ગ પર આવેલા જૂના અને જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. પગપાળા પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે અને રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્તને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.

ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે પેટ્રોલિંગ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ અધિકારીઓનું સ્વાગત કર્યું હતું અને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. આ ઘટનાએ શહેરમાં સામાજિક એકતા અને સમરસતાનો સકારાત્મક સંદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી લાખો શ્રદ્ધાળુઓ નિર્ભય અને આનંદમય વાતાવરણમાં ભગવાન જગન્નાથના દર્શન કરી શકે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com