
સુરતના ચર્ચાસ્પદ SBI બેંક લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. 27 એપ્રિલે બનેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે. એક હજારથી વધુ CCTV ફૂટેજ અને આઠ દિવસની સતત વોચ બાદ પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

સુરત શહેરમાં ભરબજારે નશાની હાલતમાં એક યુવક આંતક મચાવતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નશાની હાલતમાં યુવક દુકાનદારને છરો બતાવીને તેને મારી નાખવાની ધમકી આપતા સીસીટીવીમાં કેદ થઈ ગયુ હતુ. જેના કારણે વેપારીઓએ પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. અને આવો બનાવ ફરીથી ના બને તે માટે આ આરોપીને કડકમાં કડક સજા થાય તેની માંગ કરવામાં આવી હતી.

સુરત ગ્રામ્ય પોલીસને પલસાણાના બગુમરા ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય મૈવિશ ખાતૂનની ગળું દબાવી હત્યા કરનાર તેનો પતિ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા બાદ દિલ્હી ભાગી ગયેલા આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓ વચ્ચે પલસાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 5 બાઈક સહિત અંદાજે 1.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કીડિયાબેટ ખાતે પોલીસએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં 3,200 લિટર બાયોડીઝલ ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.

સુરત શહેરમાં વધતા ગુનાખોરીના બનાવોને પગલે શહેર એસ.ઓ.જી પોલીસે “ઓપરેશન રેમ્બો” અંતર્ગત ઘાતક હથિયારો સાથે ફરતા અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા હથિયારો સાથે ફરતા કુલ 73 આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

સાયકલ લઈને બહાર નીકળેલો કિશોર રસ્તો ભૂલી જતા પાંચ દિવસ સુધી પરિવારથી વિખૂટો પડી ગયો હતો. પરિવારે સરથાણા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા 100થી વધુ સીસીટીવી કેમેરાઓ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં ચોકાવનારી ઘટના સામે આવી છે પતિએ પત્નીની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મમળી રહ્યો છે. પતિ પત્નીને રોજ કોક કારણ સર બંન્ને વચ્ચે ઝગડો થતો થતા હતા. એક જ દિવસ ગુસ્સો ઉગ્ર બનતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. આ વાતની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. અને પતિને તાત્કાલિક ઘરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ના વરાછા વિસ્તારમાં આવેલી State Bank of Indiaની શાખામાં થયેલી રૂ. 50 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB)એ મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા દિવસોથી 120થી વધુ પોલીસ જવાનો આ કેસ ઉકેલવા માટે સતત મહેનત કરી રહ્યા હતા. સઘન ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડામાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.