Get News Alerts

Never miss breaking news updates.

SBI બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા

સુરતના ચર્ચાસ્પદ SBI બેંક લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. 27 એપ્રિલે બનેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે. એક હજારથી વધુ CCTV ફૂટેજ અને આઠ દિવસની સતત વોચ બાદ પોલીસે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 03:01 PM IST
SBI બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતાSBI બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા

સુરત સુરતમાં 27 એપ્રિલના રોજ બનેલા SBI બેંક લૂંટ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપી મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર 27 એપ્રિલે પાંચથી સાત જેટલા શખ્સોએ મળીને SBI બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચની 10 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસે એક હજારથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર લૂંટકાંડને કુંદન ભગત ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. હાલ કુંદન ભગત પટનાની જેલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ કુંદન ભગતના ઈશારે જ આ લૂંટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ગુનાને સફળતાપૂર્વક પાર પાડવા માટે અગાઉથી એક વ્યક્તિને સુરત મોકલવામાં આવ્યો હતો, જેણે સ્થળની રેકી સહિતની કામગીરી કરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

આરોપીઓ સુધી પહોંચવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિહારના મોતીહારી અને પૂર્વ ચંપારણ જિલ્લામાં સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમ સતત આઠ દિવસ સુધી વોચમાં રહી હતી, જેના પરિણામે મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને લૂંટકાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તેમજ સમગ્ર ગેંગના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.