Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં ગુમ થયેલો 14 વર્ષીય કિશોર પાંચ દિવસ બાદ હેમખેમ મળ્યો

સાયકલ લઈને બહાર નીકળેલો કિશોર રસ્તો ભૂલી જતા પાંચ દિવસ સુધી પરિવારથી વિખૂટો પડી ગયો હતો. પરિવારે સરથાણા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા 100થી વધુ સીસીટીવી કેમેરાઓ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 May 2026 04:55 PM IST
સુરતમાં ગુમ થયેલો 14 વર્ષીય કિશોર પાંચ દિવસ બાદ હેમખેમ મળ્યોસુરતમાં ગુમ થયેલો 14 વર્ષીય કિશોર પાંચ દિવસ બાદ હેમખેમ મળ્યો

સુરત : ફરવા આવેલો 14 વર્ષીય કિશોર ગુમ થતાં પોલીસ દોડતી થઈ, પાંચ દિવસ બાદ હેમખેમ મળી આવ્યો સુરતમાં રાજસ્થાનથી પોતાના કાકાને ત્યાં ફરવા આવેલો 14 વર્ષીય કિશોર અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

સાયકલ લઈને બહાર નીકળેલો કિશોર રસ્તો ભૂલી જતા પાંચ દિવસ સુધી પરિવારથી વિખૂટો પડી ગયો હતો. પરિવારે સરથાણા પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા 100થી વધુ સીસીટીવી કેમેરાઓ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવ્યા હતા.

ઉપરાંત 20થી વધુ પોલીસ જવાનોએ રાત-દિવસ એક કરીને કિશોરની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુમ થયેલો કિશોર પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ લારીઓ અને હોટલોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો.

અંતે સરથાણા પોલીસે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક ઇંડાની લારી પરથી આ કિશોરને હેમખેમ શોધી કાઢ્યો હતો. બાદમાં પોલીસે સગીરને તેના વાલી વારસાને સોંપતા પોલીસ સ્ટેશનમાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.