Get News Alerts

Never miss breaking news updates.

સુરત ગ્રામ્યમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, પલસાણા પોલીસે આરોપીને ઝડપી 5 બાઈક કબજે કર્યા

સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓ વચ્ચે પલસાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 5 બાઈક સહિત અંદાજે 1.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 12:38 PM IST
સુરત ગ્રામ્યમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, પલસાણા પોલીસે આરોપીને ઝડપી 5 બાઈક કબજે કર્યાસુરત ગ્રામ્યમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, પલસાણા પોલીસે આરોપીને ઝડપી 5 બાઈક કબજે કર્યા

સુરત: સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓ વચ્ચે પલસાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 5 બાઈક સહિત અંદાજે 1.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માહિતી અનુસાર, પલસાણા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ચોરેલી હોન્ડા સ્પ્લેન્ડર બાઈક લઈને પલસાણા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન એક શંકાસ્પદ બાઈક ચાલકને અટકાવી પોલીસે તેની પાસે બાઈકના દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે બાઈક ચોરીનું છે. ત્યારબાદ આરોપીની કડક પૂછપરછ કરતા તેનું નામ રાજીવ કુમાર ઉર્ફે બબલુ બાલકરામ સાખીયા (ઉંમર 40), રહે. પલસાણા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ બારડોલી ટાઉન, નવસારી ટાઉન તેમજ સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5 બાઈક ચોરી કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના બાઈક કબજે કર્યા છે.

હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.