સુરત એસઓજીનું “ઓપરેશન રેમ્બો” : ઘાતક હથિયારો સાથે 73 આરોપીઓ ઝડપાયા



સુરત એસઓજીનું “ઓપરેશન રેમ્બો” : ઘાતક હથિયારો સાથે 73 આરોપીઓ ઝડપાયા



સુરત: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર એસ.ઓ.જી પોલીસે “ઓપરેશન રેમ્બો” અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન હાથ ધરી ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા કુલ 72 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ એક તડીપાર આરોપીને પણ ઝડપી પાડતા કુલ 73 આરોપીઓ પોલીસના જાળમાં સપડાયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી આશરે 73 જેટલા ઘાતક હથિયારો કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં મર્ડર, લૂંટ, ચેઇન સ્નેચિંગ, હત્યા પ્રયાસ, ગુસ્સાખોરી અને તડીપાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોનો સમાવેશ થાય છે.
આ તમામ આરોપીઓને સુરત શહેર એસ.ઓ.જી પોલીસ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીઓને બે હાથ જોડી કાન પકડી જાહેરમાં માફી માંગતા પણ જોવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરી આવી પ્રવૃત્તિઓમાં સામેલ નહીં થવાની બાહેદરી આપી હતી.
એસ.ઓ.જી પોલીસે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જો કોઈ શખ્સ ઘાતક હથિયારો સાથે ઝડપાશે તો તેના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.




