Get News Alerts

Never miss breaking news updates.

પલસાણામાં પત્નીની હત્યા કરી દિલ્હી ભાગેલો પતિ ઝડપાયો

સુરત ગ્રામ્ય પોલીસને પલસાણાના બગુમરા ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય મૈવિશ ખાતૂનની ગળું દબાવી હત્યા કરનાર તેનો પતિ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા બાદ દિલ્હી ભાગી ગયેલા આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 May 2026 01:03 PM IST
પલસાણામાં પત્નીની હત્યા કરી દિલ્હી ભાગેલો પતિ ઝડપાયોપલસાણામાં પત્નીની હત્યા કરી દિલ્હી ભાગેલો પતિ ઝડપાયો

સુરત સુરત ગ્રામ્ય પોલીસને પલસાણાના બગુમરા ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય મૈવિશ ખાતૂનની ગળું દબાવી હત્યા કરનાર તેનો પતિ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા બાદ દિલ્હી ભાગી ગયેલા આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ, પલસાણાના બગુમરા ગામ ખાતે આવેલા મહાદેવ વિલા એપાર્ટમેન્ટના રૂમ નંબર-506માં મૈવિશ ખાતૂનનું શંકાસ્પદ મોત થયું હતું. શરૂઆતમાં સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા કેસ હત્યામાં ફેરવાયો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ગ્રામ્ય LCB અને પલસાણા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક મહિલાનો પતિ શિવમસિંહ ઠાકુર જ હત્યારો હોવાનું ખુલ્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી દિલ્હી ભાગી ગયો હતો. સુરત ગ્રામ્ય પોલીસે ટેકનિકલ ટ્રેકિંગના આધારે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી આરોપીને ઝડપી પાડી સુરત લાવવામાં સફળતા મેળવી હતી.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ સોશિયલ મીડિયા પર અન્ય મહિલાના સંપર્કને લઈને પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાની કબૂલાત કરી હતી. ઝઘડાના ગુસ્સામાં પત્નીની ગળું દબાવી હત્યા કરી હોવાનો પણ આરોપીએ સ્વીકાર કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હાલ પોલીસે આરોપીને પલસાણા લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.