Get News Alerts

Never miss breaking news updates.

સુરતના પુણા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી

સુરત શહેરમાં ચોકાવનારી ઘટના સામે આવી છે પતિએ પત્નીની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મમળી રહ્યો છે. પતિ પત્નીને રોજ કોક કારણ સર બંન્ને વચ્ચે ઝગડો થતો થતા હતા. એક જ દિવસ ગુસ્સો ઉગ્ર બનતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. આ વાતની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. અને પતિને તાત્કાલિક ઘરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 May 2026 04:08 PM IST
સુરતના પુણા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરીસુરતના પુણા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી

સુરત: સુરત શહેરના પુણા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી હત્યાની ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીની નિર્દયતાથી હત્યા કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આરોપી અભિમાનચંદ્ર પટેલે પત્ની રેણુ સાથે ધાકધમકીથી લગ્ન કર્યા બાદ તેને સુરત લાવી રૂમમાં બંધક બનાવી રાખી હતી.

આરોપી પતિ રોજ પત્નીને ઢોર માર મારતો હોવાનું સામે આવ્યું છે. સતત અત્યાચાર બાદ આખરે તેણે પત્નીની ઘાતકી હત્યા કરી નાખી હતી. મૃતકના શરીર પર કાળા-લાલ ચકામા તેમજ ગંભીર ઈજાઓના નિશાન મળી આવ્યા છે, જે ક્રૂરતાની સાબિતી આપે છે.

ઘટનાની જાણ થતાં ઉત્તર પ્રદેશથી દોડી આવેલી મૃતકની માતાએ જમાઈ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પુણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પતિ અભિમાનચંદ્ર પટેલની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.