Get News Alerts

Never miss breaking news updates.

સુરતના ઓલપાડમાં નશામાં યુવકનો આતંક, વેપારીઓને મારી નાખવાની ધમકી

સુરત શહેરમાં ભરબજારે નશાની હાલતમાં એક યુવક આંતક મચાવતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નશાની હાલતમાં યુવક દુકાનદારને છરો બતાવીને તેને મારી નાખવાની ધમકી આપતા સીસીટીવીમાં કેદ થઈ ગયુ હતુ. જેના કારણે વેપારીઓએ પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. અને આવો બનાવ ફરીથી ના બને તે માટે આ આરોપીને કડકમાં કડક સજા થાય તેની માંગ કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 May 2026 12:01 PM IST
સુરતના ઓલપાડમાં નશામાં યુવકનો આતંક, વેપારીઓને મારી નાખવાની ધમકીસુરતના ઓલપાડમાં નશામાં યુવકનો આતંક, વેપારીઓને મારી નાખવાની ધમકી

સુરત: સુરત શહેરના ઓલપાડ વિસ્તારમાં એક યુવકે નશાની હાલતમાં ભરબજારમાં આતંક મચાવતા વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આરોપી યુવક તીક્ષ્ણ હથિયાર સાથે બજારમાં ફરી રહ્યો હતો અને દુકાનદારોને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો હતો.

માહિતી મુજબ, યુવકે પહેલા એક દુકાનદારને ધમકાવ્યો હતો. ત્યારબાદ નજીક આવેલી એક નોનવેજ દુકાન પર પહોંચી ત્યાં કામ કરતા વ્યક્તિને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટના બાદ વેપારીઓ અને સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલે તપાસ શરૂ કરી હતી.

સ્થાનિક વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

વેપારીઓનું કહેવું છે કે ભરબજારમાં ખુલ્લેઆમ ધમકી આપનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે જેથી લોકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.