સુરતના ડુમસ વિસ્તારમાં કીડિયાબેટ પર પોલીસનો દરોડો, 3,200 લિટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો



સુરતના ડુમસ વિસ્તારમાં કીડિયાબેટ પર પોલીસનો દરોડો, 3,200 લિટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો



સુરત:સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કીડિયાબેટ ખાતે પોલીસે મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી અને બાયોડીઝલનું સંગ્રહ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ 3,200 લિટર બાયોડીઝલ, જેની અંદાજિત કિંમત લગભગ ₹2.40 લાખ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે મહેશ પટેલ નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઝીંગા તળાવની આડમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરવામાં આવતો હતો, જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.




