
Anand News: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા લાંભવેલ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓનાં મોત થતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે.

Gandhinagar :ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા જાળવી રાખ્યા બાદ હવે ભાજપમાં નવા મેયરની પસંદગીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

Bhavnagar Development Projects: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાને કુલ ₹738.09 કરોડના 79 વિવિધ વિકાસલક્ષી કામોની ભેટ મળશે. આ પ્રસંગે નવનિર્મિત...

Jamnagar માં શ્રાવણી લોકમેળાનો પ્રારંભ થયો છે. નાની રાઇડ્સ સાથે લોકમેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકાતા શહેરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Om Nagar drainage problem: ઓમનગર વિસ્તારમાં વર્ષોથી મેઇન ડ્રેનેજની સમસ્યા યથાવત હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો અધૂરા રહેતા વેપારીઓ, રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓમનગર ક્રોસિંગનું કામ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું હોવાની ફરિયાદ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓમનગર ક્રોસિંગનું કામ બે વર્ષની મુદતમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ...

રાજકોટ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ધરમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 900થી વધુ મકાનોમાં દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.

રાજધાની પટણા સહિત બિહારના નગરપાલિકા વિસ્તારોમાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળ ગુરુવારે સમાપ્ત થઈ ગઈ. નગર વિકાસ અને આવાસ મંત્રી નીતિશ મિશ્રા સાથે સફાઈ કર્મચારીઓના પ્રતિનિધિમંડળની બેઠક બાદ મુખ્ય માંગણીઓ પર સહમતી બનતાં સંઘર્ષ સમિતિએ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. કર્મચારીઓ હવે ફરી કામ પર પરત ફરશે.

હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગત રાતથી શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટી સતત વધી રહી છે અને હાલમાં નદીનું જળસ્તર 15 ફૂટ સુધી પહોંચી ગયું છે. જળસ્તરમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. બેઠક ખાલી થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાથે જ આચારસંહિતા પણ અમલમાં મૂકવામાં આવી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને મજબૂત બનાવીને નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને આવા લાભ આપવાના અગાઉ કરેલા નિર્ણયમાં હવે આ નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી...

જામનગર શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે રવિવારે વહેલી સવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં પ્રવેશદ્વાર અને બિલ્ડિંગના કેટલાક ભાગોને નુકસાન પહોંચ્યું હતું. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.