Jamnagar માં શ્રાવણી લોકમેળાનો ધમાકેદાર પ્રારંભ, મનપા કમિશનરે કર્યું નિરીક્ષણ



Jamnagar Melo
Jamnagar માં શ્રાવણી લોકમેળાનો ધમાકેદાર પ્રારંભ, મનપા કમિશનરે કર્યું નિરીક્ષણ



Jamnagar Melo
Jamnagar : મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા, સુરક્ષા અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
શ્રાવણી લોકમેળાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેન કેડિયા સહિતના અધિકારીઓએ મેળા પરિસરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મેળા પરિસરમાં ચાલી રહેલી વિવિધ વ્યવસ્થાઓની સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી.
મેળામાં સુરક્ષા સાથે સમાધાન નહીં!
મેળા દરમિયાન મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વચ્છતા, સુરક્ષા અને જરૂરી સુવિધાઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને રાઇડ્સની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા સાવચેતીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.
હાલમાં શ્રાવણી લોકમેળો નાની રાઇડ્સ સાથે જાહેર જનતા માટે શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે મોટી રાઇડ્સ શરૂ કરવા માટે જરૂરી લાયસન્સ, સુરક્ષા પ્રક્રિયા અને પરફોર્મન્સ સંબંધિત મંજૂરીઓ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોટી રાઇડ્સને તબક્કાવાર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
જામનગર મનપાની ટીમે કર્યું નિરીક્ષણ
મોટી રાઇડ્સમાં મોટી સંખ્યામાં લોકો બેસતા હોવાથી તેની સલામતીને લઈને તંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી. જરૂરી દસ્તાવેજો અને સુરક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આવી રાઇડ્સને લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, વિધિવત શ્રાવણી લોકમેળાનો કાર્યક્રમ પણ અનુકૂળતા મુજબ યોજવામાં આવશે.
એટલે કે મેળાની અન્ય વ્યવસ્થાઓ સાથે જરૂરી મંજૂરીઓ અને સુરક્ષા પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શ્રાવણી લોકમેળો શરૂ થતાં જામનગરવાસીઓ માટે મનોરંજનનું એક વધુ કેન્દ્ર ખુલ્યું છે. જોકે મોટી રાઇડ્સ માટે હજુ સુરક્ષા અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી પડશે. તંત્ર દ્વારા મેળામાં આવતા દરેક મુલાકાતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




