ઓમનગરમાં ડ્રેનેજ-રોડની સમસ્યાથી લોકો પરેશાન, ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદ

Om Nagar drainage problem: ઓમનગર વિસ્તારમાં વર્ષોથી મેઇન ડ્રેનેજની સમસ્યા યથાવત હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો અધૂરા રહેતા વેપારીઓ, રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓમનગર ક્રોસિંગનું કામ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું હોવાની ફરિયાદ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓમનગર ક્રોસિંગનું કામ બે વર્ષની મુદતમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ...
Rupin Bakraniya
Rupin Bakraniya
ઓમનગરમાં ડ્રેનેજ-રોડની સમસ્યાથી લોકો પરેશાન, ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદઓમનગરમાં ડ્રેનેજ-રોડની સમસ્યાથી લોકો પરેશાન, ચોમાસામાં પાણી ભરાવાની ફરિયાદ

Om Nagar drainage problem: ઓમનગર વિસ્તારમાં વર્ષોથી મેઇન ડ્રેનેજની સમસ્યા યથાવત હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો અધૂરા રહેતા વેપારીઓ, રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓમનગર ક્રોસિંગનું કામ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું હોવાની ફરિયાદ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓમનગર ક્રોસિંગનું કામ બે વર્ષની મુદતમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ ત્રણ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં કામ અધૂરું હોવાની ફરિયાદ છે. આ ઉપરાંત આંબેડકર પ્રતિમાથી મીણાબજાર ચાર રસ્તા સુધીનો રોડ છેલ્લા ત્રણ મહિનાથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાનો પણ સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ રોડ રીસ્ટોરેશન ન થતાં મુશ્કેલી
સ્થાનિકોના આક્ષેપ મુજબ, ડ્રેનેજનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે રીસ્ટોરેશન કરવામાં આવ્યું નથી. જેના કારણે રસ્તા પર અવરજવર મુશ્કેલ બની છે અને વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને રોજિંદા જીવનમાં મુશ્કેલી પડી રહી છે.

રોડ બંધ થતાં ઓમનગરથી કલાપીનગર સુધી ટ્રાફિક જામ
રોડ બંધ હોવાના કારણે ઓમનગરથી કલાપીનગર સુધી ગંભીર ટ્રાફિક જામ સર્જાતો હોવાનો સ્થાનિકોનો દાવો છે. ટ્રાફિકની સમસ્યાને કારણે 108 એમ્બ્યુલન્સ, 112 પોલીસ વાહનો, વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધા માટે જતા લોકોની અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

ચોમાસામાં પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસવાની ફરિયાદ
ચોમાસા દરમિયાન ઓમનગરથી મીણાબજાર સુધીના વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ગંભીર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. યોગ્ય પાણીના નિકાલના અભાવે કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ભરાયા બાદ લોકોને બે-બે દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શાળાઓ નજીક પાણી ભરાતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા
સરસ્વતી સ્કૂલ, શારદા સ્કૂલ, શારદા ગર્લ્સ સહિતની શાળાઓ આસપાસ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે પાણીના પ્રવાહ અથવા રસ્તાની બિસ્માર સ્થિતિના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.

રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની માંગ
સ્થાનિકો અને વેપારીઓ દ્વારા રોડનું રીસર્ફેસિંગ અને રિપેરિંગ કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ડ્રેનેજ, પાણીના નિકાલ અને ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ સત્તાધારી પક્ષના કોર્પોરેટર અને ધારાસભ્યને પણ લોકોના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી નિભાવવાની ટકોર કરી છે. હવે તંત્ર દ્વારા આ સમસ્યાઓના નિરાકરણ માટે કેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.