Get News Alerts

Never miss breaking news updates.

Gandhinagar : મનપાના નવા મેયર માટે ભાજપમાં કવાયત તેજ, આ ત્રણ નામ છે ચર્ચામાં

Gandhinagar :ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા જાળવી રાખ્યા બાદ હવે ભાજપમાં નવા મેયરની પસંદગીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
Kunjan ShuklaUpdated on: 14 Oct 2026 02:55 PM IST
Gandhinagar : મનપાના નવા મેયર માટે ભાજપમાં કવાયત તેજ, આ ત્રણ નામ છે ચર્ચામાંGandhinagar : મનપાના નવા મેયર માટે ભાજપમાં કવાયત તેજ, આ ત્રણ નામ છે ચર્ચામાં

Gandhinagar

Gandhinagar : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તા જાળવી રાખ્યા બાદ હવે ભાજપમાં નવા મેયરની પસંદગીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આગામી દશેરા સુધીમાં ગાંધીનગર મનપાને નવા મેયર મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મેયર પદ માટે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

38 બેઠક પર ભાજપની થઈ જીત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 38 બેઠકો પર જીત મેળવી પોતાની સત્તા જાળવી રાખી છે. હવે નવા મેયરની પસંદગી માટે પક્ષ દ્વારા આંતરિક સ્તરે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ વખતે રોટેશનની વ્યવસ્થા મુજબ મેયર પદ અન્ય પછાત વર્ગ (OBC)ના પુરુષ માટે અનામત રહેવાની શક્યતા હોવાથી આ કેટેગરીના નેતાઓનાં નામો પર ચર્ચા થઈ રહી છે.

કયા નામ છે ચર્ચામાં?

મેયર પદની રેસમાં હાલમાં ત્રણ નામો મુખ્યત્વે ચર્ચામાં છે. જેમાં વોર્ડ નંબર-5ના ઉમેદવાર કનુ દેસાઈ, વોર્ડ નંબર-1ના ઉમેદવાર મહેશ ચૌધરી અને વોર્ડ નંબર-10ના ઉમેદવાર ધર્મેન્દ્ર નાયીના નામનો સમાવેશ થાય છે. જોકે, આ નામો અંગે ભાજપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નવા મેયરની પસંદગીમાં પક્ષના સંગઠનના અભિપ્રાય, સ્થાનિક રાજકીય સમીકરણો અને સામાજિક પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ભાજપ કોના નામ પર અંતિમ મહોર મારે છે તે અંગે કાર્યકરો અને રાજકીય આગેવાનોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. દશેરા સુધીમાં નવા મેયરની પસંદગી થઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે હવે ભાજપના મોવડીમંડળના નિર્ણય પર સૌની નજર છે. આગામી દિવસોમાં મેયર પદના ઉમેદવાર અંગે ચિત્ર વધુ સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. ગાંધીનગર મનપામાં નવા મેયરની પસંદગી આગામી સમયમાં શહેરના રાજકીય માહોલમાં મહત્વનો મુદ્દો બની રહેશે.

આ પણ વાંચો : Surat : રાંદેર પોલીસે આંતરરાજ્ય વાહનચોર ગેંગના બે આરોપીઓને ઝડપ્યા, 13 બાઈક અને મોબાઈલ સહિત ₹4.55 લાખનો મુદ્દામાલ કબજે

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.