Bhavnagarને 25 સપ્ટેમ્બરે ₹738 કરોડના 79 વિકાસકામોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલ નવી કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ



Bhavnagar Development Projects
Bhavnagarને 25 સપ્ટેમ્બરે ₹738 કરોડના 79 વિકાસકામોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલ નવી કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ



Bhavnagar Development Projects
Bhavnagar Development Projects: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાને કુલ ₹738.09 કરોડના 79 વિવિધ વિકાસલક્ષી કામોની ભેટ મળશે. આ પ્રસંગે નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ સહિત વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીની મુલાકાતને લઈને ભાવનગર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે.
₹33 કરોડના ખર્ચે બનેલી નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ₹33 કરોડના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરશે. નવી કચેરી શરૂ થતાં જિલ્લા વહીવટી તંત્રને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત મેઘાણી ઓડિટોરિયમ ખાતેથી ભાવનગર મહાનગરપાલિકાના કુલ ₹621.63 કરોડના 30 વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. આ 30 કામોમાં 26 કામોનું ખાતમુહૂર્ત અને 4 કામોનું લોકાર્પણ સામેલ છે.
રીડિંગ લાઇબ્રેરીથી ફોરલેન બ્રિજ સુધીના પ્રોજેક્ટ
ભાવનગર મહાનગરપાલિકાના વિકાસકામોમાં વિવિધ વોર્ડમાં સીસી રોડ, પેવર બ્લોક, સિવિક સેન્ટર, રીડિંગ લાઇબ્રેરી સહિતના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માલેશ્રી નદી પર ફોરલેન બ્રિજ સહિતના મહત્વના પ્રોજેક્ટ્સને પણ આ કાર્યક્રમ દરમિયાન આગળ ધપાવવામાં આવશે.
પીવાના પાણીના નેટવર્કને પણ મળશે વેગ
મહાનગરપાલિકા દ્વારા રુવા અને આણંદનગર વિસ્તારમાં ESR અને SUMPના નિર્માણ સાથે વોટર નેટવર્કના અપગ્રેડેશનના કામો હાથ ધરવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના EWS-1 અંતર્ગત રુવા ખાતે તૈયાર કરવામાં આવેલા 105 આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
માર્ગ-મકાન વિભાગના ₹57.03 કરોડના 46 કામો
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ ₹57.03 કરોડના 46 વિકાસકામોને પણ લીલી ઝંડી મળશે. આ ઉપરાંત નગરપાલિકા વિભાગના ₹13.24 કરોડના વિવિધ વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રીની મુલાકાતને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસે સુરક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી છે. શહેરના સુભાષનગર, એરપોર્ટ રોડ, ઘોઘા સર્કલ, સરદારનગર, સંસ્કાર મંડળ, આતાભાઈ ચોક, રૂપાણી સર્કલ અને વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે ભાવનગર રેન્જ IG અને SPના માર્ગદર્શન હેઠળ 1 ASP, 3 DYSP, 10 PI, 31 PSI, 500 પોલીસ જવાનો અને 300 હોમગાર્ડ સહિત ટ્રાફિક પોલીસ અને મહિલા પોલીસનો કાફલો તૈનાત રહેશે. મુખ્યમંત્રીની મુલાકાતને લઈને શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





