
National News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ તસ્કરીના કથિત સરગના નવપ્રીત સિંહને તુર્કિયેથી ભારત પરત લાવવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા લાખાબાવળ ખાતે આવેલા ન્યુ લાઈફ વિલેજમાં ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ અંતર્ગત ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે રાત અને ત્રણ દિવસ ચાલનારા આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં શહેર સંગઠન તથા વિવિધ મોરચાના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યવહારિક વિષયો અંગે તાલીમ આપવામાં આવશે.

શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ કારણે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ બાબતોને સમજવા અને તેની સમીક્ષા કરવા માટે તેઓ સતત બેઠકો કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અસરકારક અમલીકરણ અંગે દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના કાર્યકર્તાઓ માટે કોઈપણ પદ કરતાં દેશ, દેશવાસીઓ અને યુવા પેઢી વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આ વિચારધારાને દર્શાવે છે.

અંબાજીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રવીણ ગોરધનજી માલીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સફળતાપૂર્વક 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ સાથે તેમણે આ પદ પર સતત સૌથી વધુ સમય સુધી સેવા આપવાનો એક મહત્વપૂર્ણ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ, ભવ્ય અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના ‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ના સંકલ્પને સાકાર કરવા માટે જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહ માટે ‘વિશેષ સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે.

PM Modi Council of Ministers Meeting Result: ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠક 11 મહિનામાં પહેલી હતી. પીએમ મોદીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેમણે કહ્યું કે આ બેઠકમાં 'વિકસિત ભારત' ના સ્વપ્નને પૂર્ણ કરવા માટે જરૂરી સુધારાઓ પર વિચાર કરવામાં આવ્યો.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઊભી થતી અનિશ્ચિતતા વચ્ચે ભારત સરકારે ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદર ગેસ પાઈપલાઈન અને કોલસામાંથી ગેસ બનાવવાના પ્રોજેક્ટ દ્વારા દેશને સસ્તો અને સ્થિર ગેસ પુરવઠો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.