National News : ડ્રગ્સ તસ્કરીના સરગના નવપ્રીત સિંહનું તુર્કિયેથી પ્રત્યાર્પણ, અમિત શાહે ગણાવી મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિ


National News
National News : ડ્રગ્સ તસ્કરીના સરગના નવપ્રીત સિંહનું તુર્કિયેથી પ્રત્યાર્પણ, અમિત શાહે ગણાવી મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિ


National News
National News : ભારત સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરી સામેની કાર્યવાહી મામલે મોટી સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ તસ્કરીના કથિત સરગના નવપ્રીત સિંહને તુર્કિયેથી ભારત પરત લાવવામાં આવ્યો છે. ડ્રગ્સની હેરાફેરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેસોમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
https://twitter.com/AmitShah/status/2106239879650967959
નશીલા પદાર્થોની તસ્કરી કરતો હોવાનો આરોપ
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ કાર્યવાહીને મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, નવપ્રીત સિંહે 'નવાબ વિર્ક' નામની ખોટી ઓળખનો ઉપયોગ કરીને તુર્કિયેની નાગરિકતા મેળવી હતી. તેમ છતાં તે અફઘાનિસ્તાનથી ભારતમાં હેરોઈન અને મેથામ્ફેટામાઈન જેવા નશીલા પદાર્થોની તસ્કરી કરતો હોવાનો આરોપ છે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતીય એજન્સીઓએ નવપ્રીત સિંહનું લોકેશન શોધી તેની અસલી ઓળખ બહાર પાડી હતી અને ત્યારબાદ તેને તુર્કિયેથી ડિપોર્ટ કરાવવામાં સફળતા મેળવી હતી. ભારત પરત લાવ્યા બાદ તેને ડ્રગ્સ તસ્કરી અને અન્ય ગુનાઓના કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યો છે. આ સફળતા બદલ તેમણે તમામ તપાસ એજન્સીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ભારત અને તુર્કિયે વચ્ચે વર્ષ 2001માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર થયા હતા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભારતે તુર્કિયેથી ડ્રગ્સ તસ્કરીના આરોપી મોહમ્મદ સલીમ ડોલાને એપ્રિલ મહિનામાં પરત લાવવામાં સફળતા મેળવી હતી. જ્યારે મે મહિનામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને CBIની સંયુક્ત કાર્યવાહીમાં અઝરબૈજાનથી ફરાર આરોપી પ્રભદીપ સિંહનું પ્રત્યર્પણ કરાવવામાં આવ્યું હતું. પ્રભદીપ સિંહ 358 કિલોગ્રામ હેરોઇન જપ્તી સાથે જોડાયેલા કેસમાં વોન્ટેડ હતો. નોંધનીય છે કે, ભારત અને તુર્કિયે વચ્ચે વર્ષ 2001માં પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જે જૂન 2002થી અમલમાં આવી હતી. આ સંધિ બંને દેશોને ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓના પ્રત્યર્પણ માટે સહયોગ કરવાની જોગવાઈ પૂરી પાડે છે. આ કાર્યવાહી દ્વારા ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરીના નેટવર્ક સામે સહકાર અને તપાસને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : Fly dubai હુમલામાં મોટો ખુલાસો: કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરનાર કોપાઈલટની ઓળખ જાહેર




