જામનગર ભાજપ દ્વારા ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’નો પ્રારંભ, 3 દિવસ કાર્યકર્તાઓને અપાશે તાલીમ

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા લાખાબાવળ ખાતે આવેલા ન્યુ લાઈફ વિલેજમાં ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ અંતર્ગત ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે રાત અને ત્રણ દિવસ ચાલનારા આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં શહેર સંગઠન તથા વિવિધ મોરચાના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યવહારિક વિષયો અંગે તાલીમ આપવામાં આવશે.
Rahul Desai
Rahul Desai
જામનગર ભાજપ દ્વારા ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’નો પ્રારંભ, 3 દિવસ કાર્યકર્તાઓને અપાશે તાલીમજામનગર ભાજપ દ્વારા ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’નો પ્રારંભ, 3 દિવસ કાર્યકર્તાઓને અપાશે તાલીમ

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા લાખાબાવળ ખાતે આવેલા ન્યુ લાઈફ વિલેજમાં ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ અંતર્ગત ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે રાત અને ત્રણ દિવસ ચાલનારા આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં શહેર સંગઠન તથા વિવિધ મોરચાના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યવહારિક વિષયો અંગે તાલીમ આપવામાં આવશે.

પ્રશિક્ષણ વર્ગમાં ભાજપનો ઇતિહાસ અને વિકાસ, કાર્યપદ્ધતિ, બુથ પ્રબંધન, કાર્યકર્તા વિકાસ અને દાયિત્વ બોધ, વિચાર પરિવાર, દેશ સમક્ષના પડકારો, ગરીબ કલ્યાણની યોજનાઓ, મીડિયા પ્રબંધન, સોશિયલ મીડિયા અને AI, નમો એપ તથા સરળ એપ જેવા વિવિધ વિષયો પર સત્રો યોજાશે.

આ ઉપરાંત ‘એકાત્મ માનવ દર્શન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને પંચ નિષ્ઠા’ જેવા વૈચારિક વિષયો તેમજ કાર્ય વિસ્તારની દૃષ્ટિ અને મન કી બાત જેવા મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવશે. વિવિધ સત્રોમાં ડૉ. વિમલભાઈ કગથરા, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ ધ્રુવ, અભયસિંહ ચૌહાણ, હસમુભાઈ હિંડોચા, આશાબેન નકુમ, પ્રદીપભાઈ ખીમાણી, અનિરુદ્ધભાઈ દવે, આર.સી. ફળદુ, કશ્યપભાઈ શુક્લ અને બ્રિજેશ મેરજા સહિતના વક્તાઓ માર્ગદર્શન આપશે.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી ભાવેશ કાનણી, વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખભાઈ ભેંડારી, કાર્યક્રમના વાલી હરેશભાઈ પણસારા અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગેની માહિતી ભાજપ મીડિયા વિભાગના કન્વીનર ભાર્ગવ ઠાકરે અખબારી યાદી મારફતે આપી છે.