
IPL 2026 Final Moments: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઇટન્સ (GT)ની બેટિંગ નિરાશાજનક રહી હતી. ગુજરાતે 8 વિકેટ ગુમાવીને માત્ર 155 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમની ઇનિંગ્સમાં 40 બોલ સુધી એક પણ બાઉન્ડ્રી જોવા મળી નહોતી, જે IPL ફાઇનલના ઇતિહાસમાં સૌથી લાંબો એવો સમય છે, જ્યારે કોઈ ટીમ બાઉન્ડ્રી ફટકારી શકી ન હોય.

IPL 2026 Final: IPL 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ત્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો યોજાવવાનો છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો યોજાવવાનો છે. ત્યારે ક્રિકેટ રસિકોમાં તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમદાવાદ એરપોર્ટ પર બોલિવૂડની હસ્તીઓથી માંડીને પૂર્વ ક્રિકેટર્સ આવી પહોંચ્યા છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની ફાઈનલ મેચ પહેલાં IMDએ વરસાદ અને ગાજવીજનું યલો એલર્ટ જાહેર કર્યું છે. GT અને RCB વચ્ચેની ખિતાબી ટક્કર પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જોકે IPL દ્વારા રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Lucknow Super Giants: IPL 2026ની સિઝન પૂરી થતાં જ ક્રિકેટ કોરિડોરમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે (૨૯ મે) ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને પંતને કપ્તાનીમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. ઓફિશિયલ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે...

IPL 2026 Final: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2026 પ્લેઓફનું શિડ્યૂલ જાહેર કર્યું છે. 70 લીગ મેચ પછી હવે ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે, પરંતુ શિડ્યૂલથી વધારે ચર્ચા એ નિર્ણયની થઈ રહી છે કે જેમાં બેંગ્લોર પાસેથી ફાઇનલની મેજબાની છીનવી લેવામાં આવી છે અને અમદાવાદમાં ફાઇનલ રમવાની જાહેરાત કરવામાં આવી છે. ફાઇનલ મુકાબલો 31મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.

IPL 2026 Update: બાંગ્લાદેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના (IPL 2026) લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતના JioStar એ બાંગ્લાદેશમાં તેનો IPL પ્રસારણ કરાર સમાપ્ત કર્યો છે, જેના કારણે 2026 સિઝનનું દેશમાં પ્રસારણ અશક્ય બન્યું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશ સરકારે તાજેતરમાં જ વલણમાં નરમાઈ લાવવાનો સંકેત આપ્યો હતો. આ નિર્ણયથી બાંગ્લાદેશમાં ક્રિકેટ ચાહકોને મોટો ફટકો પડ્યો છે, જ્યાં IPL ખૂબ જ લોકપ્રિય છે.

IPL 2026 Live in Bangladesh: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. આ IPLની 19મી સિઝન છે અને આ ટુર્નામેન્ટનું વિશ્વભરમાં પ્રસારણ થાય છે. જો કે, ICC T20 વર્લ્ડ કપ 2026 પર મતભેદોને કારણે બાંગ્લાદેશે દેશમાં IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

IPL 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) IPL 2026ના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. જો કે, બોર્ડે હજુ સુધી પ્લેઓફ અને ફાઇનલની તારીખો જાહેર કરી નથી. BCCIએ 70 લીગ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જે 24 મે સુધી ચાલશે. IPLની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થશે. બોર્ડે અગાઉ 20 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને હવે, બીજા તબક્કામાં BCCIએ લીગ તબક્કાની બાકીની 50 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે.