IPL 2026 Final LIVE: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, બીજીવાર જીત્યું ટાઈટલ



IPL 2026 Final LIVE: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, બીજીવાર જીત્યું ટાઈટલ



IPL 2026 Final Live Score: 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) સફર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રવિવારે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. બંને ટીમો બીજી વખત IPL ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરી છે. ગુજરાતે 2022માં તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું, જ્યારે RCBએ ગઈ સિઝનમાં તેનું પહેલું IPL ટાઇટલ જીતીને મહેણું ભાંગ્યુ હતું.
ગુજરાતની ઇનિંગ પૂર્ણ
ગુજરાત ટાઇટન્સની ઇનિંગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો છે. પહેલી ઇનિંગની વાત કરીએ તો, સૌથી વધુ રન વોશિંગ્ટન સુંદરે માર્યા છે. તેણે 37 બોલમાં અણનમ રહીને અડધી સદી ફટકારી છે. જ્યારે કાસિગો રબાડાએ અણનમ રહીને 3 બોલમાં 3 રન ફટકાર્યા છે. આ ઉપરાંત નિશાંત સિંધુએ 18 બોલમાં 20 રન, જોશ બટલરે 23 બોલમાં 19 રન, અરશદ ખાને 6 બોલમાં 15 રન, સાઇ સુદર્શને 12 બોલમાં 12 રન, કેપ્ટન શુભમન ગિલે 8 બોલમાં 10 રન, રાહુલ તેવટિયા અને જેસન હોલ્ડરે 5 બોલમાં 7 રન અને રાશિદ ખાને 3 બોલમાં 7 રન ફટકાર્યા છે.
LIVE Update:
- ડેવિડ આઉટ, બેંગ્લોરને પાંચમો ઝટકો; સ્કોર 132/5
- 13 ઓવર બાદ સ્કોર 126/4, કોહલી-ડેવિડ ક્રિઝ પર
- 12 ઓવર બાદ સ્કોર 116/4, કોહલી-ડેવિડ ક્રિઝ પર
- 10 ઓવર બાદ સ્કોર 100/4, કોહલી-ડેવિડ ક્રિઝ પર
- કૃણાલ પંડ્યા આઉટ, બેંગ્લોરને ચોથો ઝટકો; સ્કોર 91/4
- રજત પાટીદાર આઉટ, બેંગ્લોરને ત્રીજો ઝટકો; સ્કોર 89/3
- 8 ઓવર બાદ સ્કોર 88/2, કોહલી-પાટીદાર ક્રિઝ પર
- 7 ઓવર બાદ સ્કોર 81/2, કોહલી-પાટીદાર ક્રિઝ પર
- 6 ઓવર બાદ સ્કોર 70/2, કોહલી-પાટીદાર ક્રિઝ પર
- દેવદત્ત પડ્ડિકલ આઉટ, બેંગ્લોરને બીજો ઝટકો; સ્કોર 63/2
- પાંચ ઓવર બાદ સ્કોર 63/1, કોહલી-પડ્ડિકલ ક્રિઝ પર
- વૈંકટેશ ઐય્યર આઉટ, બેંગ્લોરને પહેલો ઝટકો; સ્કોર 62/1
- ચાર ઓવર બાદ સ્કોર 55/0, કોહલી-ઐય્યર વચ્ચે 50 રનની ભાગીદારી
- વિરાટ કોહલી-વૈકટેંશ ઐય્યર વચ્ચે 50 રનની ભાગીદારી પૂર્ણ
- ત્રણ ઓવર બાદ સ્કોર 36/0, કોહલી-ઐય્યર ક્રિઝ પર
- બીજી ઓવર બાદ સ્કોર 23/0, કોહલી-ઐય્યર ક્રિઝ પર
- બેંગ્લોરની બેટિંગ શરૂ, વિરાટ કોહલી-વેંકટેશ ઐય્યર ક્રિઝ પર
- ગુજરાતને આઠમો ઝટકો, રાશિદ ખાન આઉટ; સ્કોર 151/8
- ગુજરાતને સાતમો ઝટકો, હોલ્ડર આઉટ; સ્કોર 142/7
- 18 ઓવરે સ્કોર 137/6, સુંદર-હોલ્ડર ક્રિઝ પર
- 17 ઓવરે સ્કોર 121/6, સુંદર-હોલ્ડર ક્રિઝ પર
- ગુજરાતને છઠ્ઠો ઝટકો, રાહુલ આઉટ; સ્કોર 115/6
- 15 ઓવરે સ્કોર 105/5, રાહુલ-વોશિંગ્ટન ક્રિઝ પર
- ગુજરાતને પાંચમો ઝટકો, અરશદ ખાન આઉટ; સ્કોર 100/5
- ગુજરાતને ચોથો ઝટકો, જોશ બટલર આઉટ; સ્કોર 73/4
- ગુજરાતને ચોથો ઝટકો, જોશ બટલર આઉટ; સ્કોર 73/4
- 12 ઓવરે સ્કોર 73/3, સુંદર-બટલર ક્રિઝ પર
- 10 ઓવરે સ્કોર 63/3, સુંદર-બટલર ક્રિઝ પર
- 9 ઓવરે સ્કોર 59/3
- ગુજરાતને ત્રીજો ઝટકો, નિશાંત સિંધુ આઉટ; 8 ઓવરે સ્કોર 55/3
- વિકેટકિપર જોશ બટલર મેદાનમાં ઉતર્યો
- ઓપનર બેટર સાઇ સુદર્શન આઉટ, સ્કોર 26/2
- બેટર નિશાંત સિંધુ મેદાનમાં ઉતર્યો
- ગુજરાતને પહેલો ઝટકો, શુભમન ગિલ આઉટ
- બે ઓવર બાદ સ્કોર 18/0
- એક ઓવર બાદ સ્કોર 13/0
- ગુજરાતની બેટિંગ શરૂ, સુદર્શન-ગિલ મેદાનમાં ઉતર્યા
- ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ 11: સાઇ સુદર્શન, શુભમન ગિલ - કેપ્ટન, જોસ બટલર - વિકેટકિપર, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કસિગો રબાડા, અરશદ ખાન અને મોહમ્મદ સિરાજ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ 11: વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડિકલ, રજત પાટીદાર - કેપ્ટન, જિતેશ શર્મા - વિકેટકિપર, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જૈકબ ડફી, જોશ હેઝલવુડ અને રસિક સલામ ડાર
- RCBએ ટોસ જીતી, બોલિંગ પસંદ કરી.
- 7 વાગ્યે ટોસ ઉછાળવામાં આવશે.




