બેંગ્લોર પાસેથી છીનવાઈ IPL 2026ની મેજબાની, જાણો BCCIનો સમગ્ર પ્લાન



બેંગ્લોર પાસેથી છીનવાઈ IPL 2026ની મેજબાની, જાણો BCCIનો સમગ્ર પ્લાન



IPL 2026 Final: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2026 પ્લેઓફનું શિડ્યૂલ જાહેર કર્યું છે. 70 લીગ મેચ પછી હવે ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહી છે, પરંતુ શિડ્યૂલથી વધારે ચર્ચા એ નિર્ણયની થઈ રહી છે કે જેમાં બેંગ્લોર પાસેથી ફાઇનલની મેજબાની છીનવી લેવામાં આવી છે અને અમદાવાદમાં ફાઇનલ રમવાની જાહેરાત કરવામાં આવી છે. ફાઇનલ મુકાબલો 31મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.
બેંગ્લોર જોડેથી ફાઇનલ છીનવ્યું
પહેલાં આઇપીએલ 2026ની ફાઇનલ બેંગ્લોરમાં રમવાનું નક્કી માનવામાં આવતું હતું. એવું એટલા માટે છે કારણ કે નિયમ એવો છે કે, સામાન્ય રીતે ફાઇનલ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર જ રમવામાં આવે છે. પરંતુ બીસીસીઆઈએ અચાનક સ્થાન બદલ્યું છે અને ફાઇનલ અમદાવાદમાં રમાડવાની જાહેરાત કરી છે. બોર્ડે નિવેદનમાં કહ્યુ છે કે, બેંગ્લોરને મૂળ રૂપે ફાઇનલની મેજબાની સોંપવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સંઘ અને પ્રશાસનની કેટલીક જરૂરિયાતને કારણે, જે બીસીસીઆઈએ નક્કી દિશા-નિર્દેશો અને પ્રોટોકોલમાં નહોતું આવતું, સ્થળને બદલી દેવામાં આવ્યું છે.’
પ્લેઓફનું શિડ્યૂલ
ક્વાલિફાયર-1
- 26 મેઃ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમ, ધર્મશાળા
- પોઇન્ટ ટેબલમાં સર્વોચ્ચ બે ટીમે વચ્ચે રમાશે, વિજેતા સીધા ફાઇનલમાં પહોંચશે.
એલિમિનેટર
- 27 મેઃ ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂ ચંદીગઢ
- ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે મુકાબલો, હારનારી ટીમ બહાર થશે.
ક્વાલિફાયર-2
- 29 મેઃ ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂ ચંદીગઢ
- ક્વાલિફાયર-1 હારનારી ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ વચ્ચે રમાશે, જીતનારી ટીમ ફાઇનલમાં અને હારનારી ટીમ સીધી બહાર જશે.
ફાઇનલ
- 31 મેઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
- ક્વાલિફાયર-1ની વિજેતા ટીમ અને ક્વાલિફાયર-2ની વિજેતા ટીમ વચ્ચે રમાશે.




